CoronaVirus: અમદાવાદ શહેરના થલતેજમાં આવેલ ઉદગમ સ્કૂલમાં ધોરણ-7ના 4 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતાં ક્લાસના અન્ય વિદ્યાર્થીને સ્કૂલે નહીં આવવાની સૂચના આપવામાં આવી છે. થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલના ધોરણ-7 ડીના એક સાથે ચાર વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા તકેદારીના ભાગરૂપે ક્લાસ રૂમ બંધ કરી સેનિટાઈઝ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.
થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલના ધોરણ-7 ડીના એક સાથે ચાર વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા તકેદારીના ભાગરૂપે ક્લાસ રૂમ બંધ કરી સેનિટાઈઝ કરવામાં આવ્યો હતો. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 155 કેસ નોંધાયા છે. આ સાથે એક સપ્તાહમાં કેસનો આંક એક હજારને પાર કરી ગયો છે. છેલ્લા એક સપ્તાહથી 100થી વધુ કેસ નોંધાઈ છે. આ ઉપરાંત દેશમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસમાં આવેલા ઉછાળાને પગલે કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી છે અને રાજ્યોને પત્ર લખ્યો છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,793 કેસ નોંધાયા
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11,793 કેસ નોંદાય હતા. જ્યારે ગઈ કાલે 27 લોકોના કોરોનાથી મોત થયા હતા. આ સાથે દેશમાં 96,700 એક્ટિવ કેસ છે. ગુજરાતમાં છેલ્લા એકે અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે વધુ નવા 351 કેસ નોંધાયા છે. આજે 248 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 12,16,967 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.90 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 34,231 રસીના ડોઝ અપાયા હતા.
આજે ક્યાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં આજે નોંધાયેલા 351 કેસોમાં સૌથી વધુ એટલે કે લગભગ 45 થી 50 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 155, સુરત કોર્પોરેશન 71, વડોદરા કોર્પોરેશન 30, ગાંધીનગર કોર્પોરેશન 12, વલસાડ 11, જામનગર કોર્પોરેશન 9, નવસારી 9, સુરત 8, ભાવનગર કોર્પોરેશન 5 કેસ નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે.
248 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 2566 થયા
રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઇને 248 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,16,967 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 2566 થયા છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક પણ મૃત્યુ થયાના સમાચાર નથી.