અમદાવાદના એસ.જી હાઈવે પાસે ક્રૂરતા પૂર્વક હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મોડીરાત્રે નોકરીથી પરત ઘરે જતાં યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં સરખેજ પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદના એસ.જી હાઈવે પાસેના અંદાજ પાર્ટી પ્લોટથી મહોમદપુરા ગામ જવાના રસ્તે 43 વર્ષીય પ્રમોદ પટેલ નામના યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક પ્રમોદની હત્યા કરેલ મૃતદેહ મળી આવતાં ત્યાંથી 100 મીટર અંતરે એક ફાર્મ હાઉસમાં પ્રમોદ પટેલ નર્સરી તરીકે નોકરી કરતો હતો.
ગત્ત સાંજના સમયે મૃતક પ્રમોદ નોકરી પરથી પોતાના ઘરે જવા નીકળ્યો હતો. ત્યાં જ ફાર્મ હાઉસ નજીક અવવારું રોડ પર પ્રમોદની હત્યા કરવામાં આવી હતી. વહેલી સવારે ફાર્મ હાઉસના માલિકે પ્રમોદની લોહીલુહાણ હાલતમાં મૃતદેહ જોતાં પોલીસને જાણ કરી હતી.
નોંધનીય છે કે, 43 વર્ષીય મૃતક પ્રમોદના બીજા લગ્ન થયેલ છે અને પત્ની ઉંમર 25 વર્ષીય છે. જે માણેકબાગ વિસ્તારમાં રહે છે. પોલીસ પ્રાથમિક તપાસમાં હત્યા કોઈ નજીકના વ્યક્તિએ કરી હોવાની શંકા વ્યક્ત કરી છે. પરંતુ સરખેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.
અમદાવાદના એસજી હાઈવે પર યુવકની હત્યા, લોહીલુહાણ હાલતમાં મળ્યો મૃતદેહ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Sep 2020 01:11 PM (IST)
અમદાવાદના એસ.જી હાઈવે પાસેના અંદાજ પાર્ટી પ્લોટથી મહોમદપુરા ગામ જવાના રસ્તે 43 વર્ષીય પ્રમોદ પટેલ નામના યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
- - - - - - - - - Advertisement - - - - - - - - -