Date | Case | Discharge | Death |
04-09-2020 | 171 | 85 | 4 |
03-09-2020 | 166 | 76 | 3 |
02-09-2020 | 169 | 86 | 3 |
01-09-2020 | 159 | 84 | 4 |
31-08-2020 | 173 | 128 | 3 |
30-08-2020 | 169 | 164 | 4 |
29-08-2020 | 164 | 160 | 3 |
total | 1171 | 783 | 24 |
કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ માટે શું છે ચિંતાજનક સમાચાર? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Sep 2020 11:12 AM (IST)
અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ફરીથી ઉછાળો નોંધાયો છે અને એક્ટિવ કેસો 3200ને પાર થઈ ગયા છે. તેમજ અમદાવાદ જિલ્લામાં આ એક્ટિવ કેસો 3700ને પાર થઈ ગયા છે.
NEXT
PREV
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના કેસો સામેથી શોધી કાઢવા માટે એગ્રેસિવ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેને પગલે કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી તો કોરોનાના દૈનિક કેસો 1300ને પાર પહોંચી ગયા છે. જોકે, આ બધાની વચ્ચે અમદાવાદ માટે માઠા સમાચાર આવ્યા છે. વાત એવી છે કે, અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ફરીથી ઉછાળો નોંધાયો છે અને એક્ટિવ કેસો 3200ને પાર થઈ ગયા છે. તેમજ અમદાવાદ જિલ્લામાં આ એક્ટિવ કેસો 3700ને પાર થઈ ગયા છે.
એક સમયે અમદાવાદમાં કોરોનાના કેસો કંટ્રોલમાં આવી ગયા હતા અને 2800ની આસપાસ એક્ટિવ કેસો આવી ગયા હતા. તેમજ સુરત કરતાં પણ ઓછા કેસો થઈ ગયા હતા. જોકે, સુરતમાં કેસો કંટ્રોલમાં આવતાં ત્યાં જિલ્લાના એક્ટિવ કેસો 2853 થઈ ગયા છે. તેની સામે અમદાવાદ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસો 3753 થઈ ગયા છે. જ્યારે અમદાવાદ શહેરના એક્ટિવ કેસો 3246 થઈ ગયા છે, જે ગુજરાતમાં સૌથી વધુ છે.
છેલ્લા એક જ અઠવાડિયાની વાત કરીએ તો 29મી ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન કોરોનાના કુલ કેસો 1171 નોંધાયા છે. જેની સામે 783 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ કુલ 24 લોકોના મોત થયા છે. આમ, છેલ્લા એક જ અઠવાડિયામાં અમદાવાદ જિલ્લામાં એક્ટિવ કેસોમાં 364નો વધારો નોંધાયો છે.
ગુજરાતમાં હાલ, કોરોનાથી સાજા દવાનો દર 81.02 ટકા થઈ ગયો છે. ગઈ કાલે 1218 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. અત્યાર સુધીમાં કુલ 82,398 દર્દીઓ સાજા થયા છે. આમ, કોરોનાનો રિકવરી રેટ સારો હોવાને કારણે એક્ટિવ કેસો ખૂબ જ ધીમે ધીમે વધી રહ્યા છે. હાલ, ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 16219 છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -