લોકો લોકડાઉનનું પાલન ન કરતાં હોય ઘણી જગ્યાએ જિલ્લા તંત્રએ તંત્રએ જાહેરનામું બહાર પાડી 7થી 11 સુધી જ જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે બહાર નીકળી શકે તેવા આદેશ બહાર પાડ્યા છે.
લોકડાઉનમાં લોકો શાકભાજી લેવા રોડ પર ભીડ ન કરે તે માટે બોપલ ઘુમા નગરપાલિકા દ્વારા 22 વિસ્તારમાં 46 લારીઓ ઉભી રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જાણીતા અખબાર સાથેની વાતચીતમાં નગરપાલિકા પ્રમુખ જીગીષાબેને કહ્યું હતું કે, લોકો ને સરળતાથી શાકભાજી મળે તે માટે અમે 46 લારીઓની જગ્યા નક્કી કરી છે. ઘુમા અને સાઉથ બોપલ માટે પણ આજે કેટલીક જગ્યાઓ નક્કી કરી ત્યાં લારીઓ ઉભી રાખવામા આવશે.