અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: 38 દોષિતોને ફાંસીની સજા અપાઇ, 11 આરોપીઓને જીવે ત્યાં સુધી કેદ

8 ફેબ્રુઆરીએ કોર્ટે 49 આરોપીઓને દોષિત અને 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતાં. આ કેસમાં આજે 49 દોષિતોને સજા સંભળાવશે.

gujarati.abplive.com Last Updated: 18 Feb 2022 11:46 AM
UAPA એક્ટ હેઠળ ફાંસીની સજા

38 આરોપીઓને UAPA એક્ટ હેઠળ ફાંસીની સજા આપવામાં આવી છે. 

મૃતકોને એક લાખ રૂપિયાની સહાય ચૂકવવા કોર્ટનો આદેશ

38 આરોપીને થયેલી ફાંસીની સજા બાદ કોર્ટે બધો રેકોર્ડ હાઇકોર્ટ મોકલવા વિશેષ અદાલતે આદેશ કર્યો હતો. મૃતકોને 1 લાખ, ગંભીર ઇજા પામેલાઓને 50 હજાર, ઓછી ઇજા પામેલાઓને 25 હજાર વળતર ચૂકવવા આદેશ કરાયો હતો. 

11 દોષિતોને જીવે ત્યાં સુધી કેદ

11 દોષિતોને જીવે ત્યાં સુધી કેદની સજા આપવામાં આવી હતી. 

38 દોષિતોને ફાંસીની સજા અપાઇ

38 દોષિતોને ફાંસીની સજા આપવામાં આવી છે.  જેમાં આરોપી નંબર ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૮ ૨૭ ૨૮ 31 36 36 37 38 39 40 42 44 45 47 49 63 ૬૯ ૭૦ ૭૫ ૭૮નો સમાવેશ થાય છે. 

કઈ કલમ અંતર્ગત કેટલી સજાની છે જોગવાઇ?

 120 બી હેઠળ સજા. આજીવન કેદ 121 એ હેઠળ. 10 વર્ષ 124 એ હેઠળ.  આજીવન કેદ 307 હેઠળ. 10 વર્ષ 326 હેઠળ. 10 વર્ષ 435 હેઠળ 7 વર્ષ

આ જજ આપશે સજા

જજ એ.આર પટેલ દોષિતોને સજાની જાહેરાત કરશે. 

કોર્ટમાં આરોપીઓની હાજરી લેવાની થઇ શરૂઆત

કોર્ટમાં આરોપીઓની હાજરી લેવામાં આવી. 

રેરેસ્ટ ઓફ રેર કેસ છે

પ્રોસિક્યુશને દલીલ કરી હતી કે  આતંકી કૃત્ય છે, જે સાબિત થયું છે.  રેરેસ્ટ ઓફ રેર કેસ છે. નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે.  એમના પરિજનોની સ્થિતિ કોર્ટ ધ્યાને લે. વળતર માટે પણ કોર્ટ હુકમ કરે. 


 

કોર્ટમાં સુનાવણી શરૂ

દોષિતોને સજા મામલે કોર્ટમાં સુનાવણી શરૂ થઇ હતી.  આરોપીઓ વર્ચ્યુઅલ હિયરિંગમાં હાજર થયા હતા. 

2008માં અમદાવાદમાં બ્લાસ્ટ થયા હતા.

નોંધનીય છે કે 6 જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરના 20 જેટલા વિસ્તારમાં સિરિયલ બોંબ વિસ્ફોટ થયા હતા. જેમાં 56 લોકોના મૃત્યુ અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં અમદાવાદમાં 20 અને સુરતમાં 15 એફઆઈઆર નોંધાઈ હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં કુલ 99 આંતકવાદીને આરોપી ગણાવાયા હતા. જે પૈકી 82 જેટલા શખ્સની ધરપકડ કરાઈ હતી. જે બાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થયો હતો. જેમાં 49 આરોપીઓને દોષિત જાહેર કરાયા હતા. જ્યારે 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા ત્યારે હવે આ કેસમાં આજે 49 દોષિતોને સજા સંભળાવશે.

બ્રેકગ્રાઉન્ડ

અમદાવાદઃ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 49 દોષિતોને આજે કોર્ટ સજા સંભળાવશે. 8 ફેબ્રુઆરીએ કોર્ટે 49 આરોપીઓને દોષિત અને 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતાં. 15 ફેબ્રુઆરીએ સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિતોને સજાના મુદ્દે તમામ પક્ષે સુનાવણી પૂર્ણ થઈ હતી. જેમાં વિશેષ અદાલતે બચાવ પક્ષના વકીલોની અને પ્રોસીક્યુશનનો પક્ષ સાંભળ્યો હતો. હવે આ કેસમાં આજે 49 દોષિતોને સજા સંભળાવશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.