ગાંધીનગર:  ગુજરાત કેડરના 5 આઈપીએસ અધિકારીને પ્રમોશન આપવામાં આવ્યું છે. વર્ષ 2019ની બેચના 5 આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. જે અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે તેમાં અતુલ બંસાલ,આલોક કુમાર,શિવમ વર્મા,જગદીશ બાંગરવા,અભિષેક ગુપ્તાનો સમાવેશ થાય છે.


ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી મનોજ શશિધરને પ્રમોશન


ગુજરાત કેડરના 1994 બેચના IPS અધિકારી મનોજ શશીધરને  ત્રણ વર્ષના સમયગાળા માટે CBIમાં એડિશનલ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી મનોજ શશીધરને પ્રમોશન મળ્યું છે. તેમને સીબીઆઇના એડિશનલ જનરલ બનાવવામાં આવ્યાં છે. પહેલા તેઓ તપાસ એજન્સીમાં જોઈન્ટ ડાયરેક્ટર હતા.


ઉલ્લેખનિય છે કે, સીબીઆઇ પહેલા તેઓ મનોજ શશિધર ગુજરાત સ્ટેટ ઇન્ટિલિજન્સ બ્યુરોમાં એડિશનલ ડીજીના પદ પર કાર્યરત હતા. ઉપરાંત તેઓ વડોદરામાં પોલીસ કમિશનર અને અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી તેમજ અમદાવાદમાં જોઇન્ટ કમિશનર તરીકેની પણ ફરજ બજાવી ચૂક્યાં છે.


આઇપીએસ અધિકારી શશિધરની ઓળખ એક તેજ તર્રાર અને ઇમાનદાર કાર્યનિષ્ઠ અધિકારી તરીકેની છે. તેની કાર્યશૈલીને જોતા સરકારે તેમને પ્રમોશન આપ્યું  છે અને હવે તેમની પદોન્નતિ થતાં તેઓ CBIમાં એડિશનલ ડિરેક્ટર બન્યાં છે. ઉલ્લેખનિય છે કે, સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ માટે રચાયેલી SIT ટીમ ના ચીફ હતા. સુશાંત રાજપૂત કેસ માટે સીબીઆઇએ સ્પેશિયલ એસઆઇટીની રચના કરી હતી. 



આ પહેલા 7 આઈએએસ અધિકારીની બદલીકરવામાં આવી હતી


ગાંધીનગર: રાજ્યમાં 7 આઈએએસ અધિકારીની બદલી કરવામાં આવી છે. જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં કમલ દાયાણી,એમ કે દાસ,મોના ખાંધાર,અશ્વિની કુમાર, મનિષ ભારદ્વાજ, આરતી કુંવર, રાજ કુમાર બેનિવાલનો સમાવેશ થાય છે. કમલ દાયાણીને ACS Gasdમાં મુકાયા છે. એમ કે દાસની ACS મહેસુલમાં બદલી થઈ છે. આ ઉપરાંત એમ કે દાસને ACS વાહન વ્યવહારનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે

 

જ્યારે મોના ખાંધારને અગ્ર સચિવ પંચાયત તરીકે મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત મોના ખંધારને અગ્ર સચિવ મહેસુલનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. અશ્વિની કુમારની અગ્ર સચિવ શહેરી વિકાસ તરીકે બદલી થઈ છે. અશ્વિની કુમારને યુવા અને રમત ગમત વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સોંપાયો છે. મનીષ ભારદ્વાજને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો વધારાનો હવાલો સોંપાયો છે. આરતી કંવરને નાણાં વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે. રાજકુમાર બેનીવાલને પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટની સાથે ગુજરાત મેરિટાઈમ બોર્ડનો હવાલો સોંપાયો છે.   

 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial