અમદાવાદમાં જોખમી સ્ટંટ કરનારા નબીરાઓને પોલીસે પાઠ ભણાવ્યો હતો. ‘મર્સિડીઝ મારા બાપની પણ રોડ મારો નહીં’ ના પ્લે કાર્ડ આરોપીઓના હાથમાં પકડાવીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. મર્સિડીઝ કાર પર પર સ્ટંટ કરનારા નબીરાઓને પોલીસે પાઠ ભણાવ્યા હતા.




પોલીસે નબીરાઓ હાથમાં 'મર્સિડીઝ મારા બાપની પણ રોડ નહીં'નું પોસ્ટર પકડાવાયું હતું. તમામ સ્ટંટબાજો જુહાપુરાના અસામાજિક તત્વો છે. તમામ આરોપીઓના નામ આસીફ અલી, આઝીમ શેખ, શાહ નવાઝ શેખ, સમીર ખાન છે. પોલીસે સ્ટંટમાં વપરાયેલી કાર પણ કબજે કરી હતી. જુનૈદ મિર્ઝા નામના નબીરાની પણ પોલીસે અટકાયત કરી હતી. નબીરાઓ પાંચથી છ કાર સાથે સ્ટંટ કરતા હતા.


 પિતાએ બે સંતાનો સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર


રખિયાલમાં રહેતા પરિવારે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બે સંતાન સાથે પિતાએ કેનાલમાં કૂદી આત્મહત્યા કરી લીધી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે ચેતનસિંહ ઝાલા નામના 33 વર્ષીય યુવાને પુત્ર અને પુત્રી સાથે કેનાલમાં ઝંપલાવ્યું છે. ચેતનસિંહ ઝાલા કડજોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જીંડવા સેન્ટરમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા હતા. જો કે, આત્મહત્યા અંગે હજુ કોઈ કારણ જાણવા મળ્યું નથી. ચેતનસિંહ ઝાલાએ સવારે 10 વાગ્યાના અરસામાં દેહગામના બહિયલ પાસેની કેનાલમાં 2 સંતાન સાથે ઝંપલાવી આપઘાત કર્યો હતો. હાલ આ મામલે પોલીસે તપાસ શરુ કરી છે. 


જેતપુરમાં મકાન ધરાશાયી થતા 8 લોકો દટાયા


રાજકોટ: જિલ્લાના જેતપુરમાં ગોદરા વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેતપુરના ગોદરા વિસ્તારમાં આવેલ જૂનું મકાન ધરાશાયી થતા અફરાતફરી મચી જવા પામી છે. ઉપરના ભાગમાં આવેલ વર્ષો જૂની ગઢની રાંગની ભેખડ ધસી પડતાં આ બનાવ બન્યો હતો. ઉપર ભાગના વરસાદના કારણે પાણી વહેતું હોવાથી દુર્ઘટના ઘટી છે. અંદાજે 100 વર્ષ જુના 6 મકાનો ધરાશાઈ થતાં અફરાતફરી મચી ગઈ છે. મકાનમાં રહેલ 8 વ્યક્તિઓ દટાયા હોવાની વિગતો સામે આવી છે. હાલમાં 2 નાની બાળકી અને 1 વૃદ્ધાનું મોત નિપજ્યું છે અને પાંચ લોકો ઈજા ગ્રસ્ત થયા છે. મૃતકમાં વૃદ્ધા જયાબેન રાજુભાઈ મકવાણા ઉ.વ. 50 તેમજ બે બાળકીઓ મેઘના અશોકભાઈ મકવાણા ઉ.વ.10 તેમજ સિદ્ધિ વિક્રમભાઈ સાસડા ઉ.વ.7નું મોત  નિપજ્યું છે. 


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial