અમદાવાદઃ ગુજરાતમાં સ્કૂલ માફી મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. સ્કૂલોમાં 50 ટકા ફી માફી માટેની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. સરકાર દ્વારા ફી ઘટાડા અંગે નિર્ણય નહીં લેવાતા વાલી મંડળે જાહેરહિતની અરજી કરી છે. 


હાઇકોર્ટમાં અરજદારની રજુઆત છે કે, કોરોનાને કારણે લોકોના ધંધા રોજગાર પર મોટી અસર થઈ, જેથી આવક પણ ઓછી થઈ. રાજ્ય સરકાર તરફથી 2020-21ના શૈક્ષણિક વર્ષ દરમિયાન 25 ટકા ફી માફી આપવામાં આવી હતી. આ વર્ષે ફી માફી માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ફી ઘટાડા અંગે સરકાર જરૂરી નિર્ણય લે એવા નિર્દેશોની માંગ સાથે ઓલ ગુજરાત વાલી મંડળે અરજી કરી છે. 

Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના 23 નવા કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઇ કોરોનાની રસી?


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23 નવા કેસ સામે આવ્યા છે. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું.  રાજ્યમાં હાલ 186 એક્ટિવ કેસ છે અને 8  દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.   રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. તો બીજી તરફ રસીકરણ (Vaccination) ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 3,84,246 દર્દીઓનું રસીકરણ થયું છે.  રાજ્યમાં અત્યાર  સુધીમાં 4,16,15,853 લોકોનું રસીકરણ કરાયું છે. આજે રાજ્યમાં 16 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા હતા. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,14,972 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.


રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ કુલ 186 એક્ટિવ કેસ છે. જે પૈકી 08 વેન્ટીલેટર પર છે. 178 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,14,972 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10078 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એકપણ મોત નિપજ્યું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશનમાં 1, અરવલ્લીમાં 1, ભાવનગરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 અને દાહોદમાં 1, આણંદમાં 1, ભરૂચમાં એક, પોરબંદરમાં એક અને સુરતમાં એક એમ કુલ 23 કેસ નોંધાયા છે.


જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 1 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 7547 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 58657 નાગરિકોને રસીનો પ્રથમ અને 101005 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 167,701 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 49,335 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 3,84,246 કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં 4,16,15,853 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.