1000 અને 500 ની નોટો પર પ્રતિબંધ મુકાતા સરકારી તિજોરી છલકાંણી
abpasmita.in
Updated at:
15 Nov 2016 09:14 AM (IST)
NEXT
PREV
અમદાવાદઃ જુની નોટોથી સરકારી દેવું ચૂકવવાના નિર્ણય બાદ સરકારી તિજોરીમાં બંપર આવક થઈ છે. ગત મંગળવારે કેંન્દ્ર સરકારે જૂની 500 અને 1000ની ચલણી નોટો પર પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે, તે બાદ રાજ્ય સરકારે આ જુની નોટો સરકારી દેવુ ચુકવવા સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં બાકી દેવા ભરાયા છે. અને સરકારી તિજોરીને મોટી આવક થઈ છે. જેમાં ચાર દિવસમાં કોર્પોરેશનમાં 202 કરોડનો ટેક્સ જમા થયો છે. જ્યારે નગરપાલિકાઓમાં 64 કરોડનો ટેક્સ જમા થયો છે. વિગતવાર જોઈએ તો, સુરત મનપામાં 78 કરોડ, અમદાવાદ મનપામાં 75 કરોડ, રાજકોટ મનપામાં 75 કરોડ, વડોદરા મનપામાં 10 કરોડ, જામનગર મનપામાં 4.48 કરોડ, ભાવનગર મનપામાં 3.15 કરોડ, ગાંધીનગર મનપામાં 1.91 કરોડ અને જૂનાગઢ મનપામાં 1.60 કરોડનો ટેક્સ જમા થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -