સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદમાં કોરોનાએ ફરી એકવાર જોર પકડ્યું હોય તેવું લાગી રહ્યું છે. શહેરના સાબરમતી વોર્ડમાં બુલેટ ટ્રેનની કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા શ્રમિકોના ટેસ્ટ કરવામાં આવતાં 52 શ્રમિકો પોઝિટીવ મળ્યા હતાં. નવા 52 પોઝિટિવ કેસ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. હાલ અમદાવાદમાં 3753 એક્ટિવ કેસો છે જ્યારે અતયાર સુધીમાં કોરોનાથી 1729 દર્દીઓના મોત નિપજ્યાં છે.
ઝારખંડ અને બિહારથી આવેલા 350 જેટલા શ્રમિકોના ટેસ્ટ કરાતા 52નો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો જ્યારે શહેરની અન્ય 49 બાંધકામ સાઈટ પર તપાસ થતાં ચાર શ્રમિકોના રિપોર્ટ પોઝિટીવ મળ્યા હતાં. આ તમામને નજીકના કોવીડ કેર સેંટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
શહેરના વિવિધ સાત ઝોનમાં 49 જેટલા સ્થળોએ ચાલતા બાંધકામ સાતે સંકડાયેલા કામદારોના કુલ મળી 480 ટેસ્ટ કરવામાં આવ્યા હતા તો
શહેરમાં વધુ 18 સ્થળોને માઈક્રો કન્ટેઈમેંટ ઝોનમાં મુકાયા છે.
અમદાવાદમાં કઈ કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા 52 શ્રમિકોને કોરોના પોઝિટિવ આવતાં મચી ગઈ દોડધામ, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Sep 2020 08:41 AM (IST)
અમદાવાદમાં કોરોનાએ ફરી એકવાર જોર પકડ્યું હોય તેવું લાગી રહ્યું છે. શહેરના સાબરમતી વોર્ડમાં બુલેટ ટ્રેનની કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા શ્રમિકોના ટેસ્ટ કરવામાં આવતાં 52 શ્રમિકો પોઝિટીવ મળ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -