Job in Ahmedabad: અમદાવાદમાં 650 TRB જવાનની ભરતી કરવામાં આવશે. મળતી જાણકારી અનુસાર, અમદાવાદમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યાને ધ્યાનમાં રાખીને 600 ટીઆરબી જવાનની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટીઆરબી જવાનને પ્રતિ દિવસ 300 રૂપિયાનું વેતન આપવામાં આવશે.
તે સિવાય આ ભરતી માટે 18થી 40 વર્ષના ઉમેદવારો અરજી કરી શકશે. 214 મહિલા, 436 પુરૂષ TRB જવાનની ભરતી કરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 25 ઓગસ્ટથી અરજી કરી શકશે. TRB જવાન માટે ધોરણ નવ પાસ શૈક્ષણિક લાયકાત રહેશે. ઉપરાંત TRB જવાન માટે શારીરિક કસોટી અને મૌખિક ઈન્ટરવ્યૂ પણ લેવામાં આવશે. પુરુષ ઉમેદવારો માટે 4 મિનિટમાં 800 મીટર દોડ, મહિલા ઉમેદવારો માટે 3 મિનિટમાં 400 મીટર દોડ પૂર્ણ કરવી પડશે. જુની પોલીસ કમિશનર કચેરી શાહીબાગથી ફોર્મ મેળવવાના રહેશે. તે સિવાય ટ્રાફિક પોલીસના 14 પોલીસ સ્ટેશનથી ફોર્મ મળશે.
BSF, ભારતીય નૌકાદળ, બેંક સહિત અનેક વિભાગોમાં વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ આ માટે અરજી કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી. ઉમેદવારો ઘરે બેઠા સંબંધિત વિભાગોની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે. જાણીએ કયા વિભાગોમાં કેટલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ હેડ કોન્સ્ટેબલ (રેડિયો ઓપરેટર અને રેડિયો મિકેનિક) ની કુલ 1121 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો 10મું-12મું પાસ હોવા જોઈએ. ઉપરાંત, તેમની પાસે સંબંધિત ટ્રેડમાં ITI પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. અરજી ફોર્મ 24 ઓગસ્ટથી 23 સપ્ટેમ્બર દરમિયાન BSF ની સત્તાવાર વેબસાઇટ bsf.gov.in પર જઈને ભરી શકાય છે.
ભારતીય નૌકાદળે ટ્રેડ્સમેનની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે
ભારતીય નૌકાદળે ગ્રુપ 'સી', નોન-ગેઝેટેડ, ઔદ્યોગિક શ્રેણીમાં ટ્રેડ્સમેનની 1266 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ માટેની અરજી પ્રક્રિયા 13 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ ૨ સપ્ટેમ્બર છે. ઉમેદવારો છેલ્લી તારીખ સુધી નેવીની સત્તાવાર વેબસાઇટ onlineregsitrationportal.in પર જઈને અરજી કરી શકે છે. અરજદાર 10મું પાસ હોવો જોઈએ અને સંબંધિત ટ્રેડમાં ITI પ્રમાણપત્ર ધરાવતું હોવું જોઈએ.