અમદાવાદ: રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકના અનેક કિસ્સા છાશવારે સામે આવી રહ્યાં છે. ખાસ કરીને કોરોનાકાળ બાદ નાની વયે હાર્ટ અટેકના કેસ સાથે મોતના કિસ્સા પણ વધી રહ્યાં છે. રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકથી વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.ગત રાત્રે અમદાવાદના હાથીજણમાં ગરબે ઘૂમતા યુવકનું હાર્ટ અટેકના કારણે મોત નિપજ્યુ હતું.
અમદાવાદમાં નાની વયે હાર્ટ અટેકથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે અમદાવાદના હાથીજણના પાર્ટી પ્લોટમાં રમતા 28 વર્ષિય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. યુવકને હોસ્પિટલ લઇ જાય તે પહેલા જ મોત થયું છે. યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તે ઢળી પડ્યો હતો, યુવકને તાબડતોડ હોસ્પિટલમાં પહોંચાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જો કે સારવાર મળે પહેલા જ દુર્ભાગ્યવશ તેમનું મોત થયું હતું.
તો બીજી તરફ જામનગરના સેના નગરમાં રહેતા રવિ લુણા નામના યુવકને સામાન્ય તાવ અને શારીરિક તકલીફ થતા ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયા હતા. આ દરમિયાન છાતીમાં દુઃખાવો થતા યુવકનું મોત નિપજ્યું. આ તરફ બાબરા- અમરેલી હાઈવે પર રીક્ષા ડ્રાઈવિંગ દરમિયાન જ ચાલકને તિવ્ર હૃદયરોગનો હુમલો આવ્યો. જેમાં રીક્ષા ચાલકનું મોત નિપજ્યું છે. તો રાજકોટમાં હાર્ટ અટેકના કારણે 32 વર્ષીય યુવકનું મોત થયું છે. જ્યારે સાબરકાંઠાના પ્રાંતિજમાં 40 વર્ષીય ખેડૂતનું હાર્ટ અટેકથી મોત નીપજ્યું છે. આ તરફ મહેસાણામાં 40 વર્ષીય હોમગાર્ડના જવાન પ્રહલાદ રાઠોડે સારવાર દરમિયાન દમ તોડ્યો છે. ત્રણ દિવસ પહેલા ફરજ દરમિયાન હાર્ટ અટેક આવ્યો હતો.
છેલ્લા થોડા સમયમાં હાર્ટ એટેકથી થયેલા મોત
તારીખઃ 15 ઓક્ટોબર 2023
સ્થળઃ ઈચ્છાપોર, સુરત
માતાજીની મૂર્તિ લઈને પરત
ફરતા સમયે હાર્ટ એટેકથી મોત
તારીખઃ 14 ઓક્ટોબર 2023
સ્થળઃ પાદરા
યુવક ઓચિંતા ઢળી પડ્યો
તારીખઃ 14 ઓક્ટોબર 2023
સ્થળઃ ગોધરા
શહેરાની કોલેજમાં કલાર્ક તરીકે ફરજ
બજાવતા યુવકનું હૃદયરોગના હુમલાથી મોત
તારીખઃ 13 ઓક્ટોબર 2023
સ્થળઃ ભુજ સ્વામિનારાયણ મંદિર
મોડાસા માર્કેટયાર્ડના સેક્રેટરી ઘનશ્યામભાઈ
ભટ્ટનું મંદિરમાં દર્શન વખતે ઢળી પડ્યા
તારીખઃ 13 ઓક્ટોબર 2023
સ્થળઃ વડોદરા
કારેલીબાગના 26 વર્ષીય યુવકનું
હાર્ટ એટેકથી નિધન
તારીખઃ 12 ઓક્ટોબર 2023
સ્થળઃ ઓલપાડ
42 વર્ષીય રત્નકલાકાર વિપુલભાઈ હિંચકા પર
બેઠા હતા અને હૃદયરોગનો હુમલો આવ્યો
તારીખઃ 12 ઓક્ટોબર 2023
સ્થળઃ સુરત
સુરતના વેસુમાં કલર કામ કરતા યુવકને
છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને હાર્ટ એટેક આવ્યો
તારીખઃ 10 ઓક્ટોબર 2023
સ્થળઃ જામનગર
ધો. 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું યોગા
દરમિયાન હાર્ટ એટેક આવતા મોત
તારીખઃ 5 ઓક્ટોબર 2023
સ્થળઃ સુરત
પ્રિ-નવરાત્રિ નિમિતે ગરબા રમતા 26 વર્ષીય
યુવકનું હાર્ટ એટેકથી થયું નિધન
તારીખઃ 25 સપ્ટેમ્બર 2023
સ્થળઃ જામનગર
ગરબાની પ્રેકટિસ દરમિયાન 19 વર્ષીય યુવકને
હાર્ટ એટેક આવતા સારવાર પહેલા થયું મોત