રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ અટેકથી મોતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠામાં કાંકરેજના અરણીવાડાના યુવકનું હાર્ટ અટેકથી મોત થયું હતું. 40 વર્ષીય નટવરભાઈએ હાર્ટ અટેકના કારણે જીવ ગુમાવ્યો હતો. નટવરભાઈના મોતથી ત્રણ સંતાને પિતાની છત્રછાયા ગુમાવી હતી. રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં હાર્ટ અટેકના કેસમાં 28 ટકાનો વધારો થયો છે.


વર્ષ 2022ની સરખામણીમાં અમદાવાદમાં 30 ટકા હાર્ટ અટેકના કિસ્સામાં વધારો થયો છે. વધતા જતા કેસને લઈ સરકારે તપાસ કરવી જોઈએ તેવી અમદાવાદ મેડિકલ એસોસિએશને માંગ કરી હતી. થોડા દિવસ પહેલા નવરાત્રિ સમયે અંદાજે 24 લોકોએ હાર્ટ અટેકના કારણે જીવ ગુમાવ્યો હતો. અમદાવાદની યુએન મહેતા ઈન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજીમાં વર્ષ 2021માં દરરોજ સરેરાશ 712, 2022માં 871 હાર્ટની બીમારીના કેસ નોંધાયા હતા. જેની તુલનામાં વર્ષ 2023માં દરોજના સરેરાશ 950થી વધુ હાર્ટની બિમારીના કેસ નોંધાયા છે. કોરોના ટેસ્ટના 81 કરોડ 50 લાખ ભારતીયોના ડેટા અને માહિતી કરોડોમાં વેચાયાનો ઘટસ્ફોટ થયો હતો.  ભારતનું સૌથી મોટું ડેટા લીક કૌભાંડ બહાર આવતા સનસનાટી મચી હતી. ICMR પર ફેબ્રુઆરીથી અનેક વખત સાયબર હુમલાઓ થયા છે. ICMRની ફરિયાદ બાદ CBI તપાસ કરે તેવી સંભાવના છે. લીક કરાયેલા એક સેમ્પલમાં આશરે 1 લાખ લોકોના રેકોર્ડ હોય છે.


ગઇકાલે  વડોદરામાં વધુ એક યુવાનનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. 29 વર્ષીય કરણ પવારનું હાર્ટ અટેકથી મોત થયું હતું. કરણ પવાર સ્કૂલ વાન ચલાવતો હતો. કારેલીબાગના અશોક વાટીકામાં રહેતા કરણને ગત શનિવારે છાતીમા દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે એસ.એસ.જી.હોસ્પિટલ પહોંચતા મોત થયુ હતું. અગાઉ પવારની હાથની નસો ખેંચાતા સારવાર કરાવી હતી. લો બ્લડ પ્રેશરના કારણે નસો ખેંચાવાની સમસ્યા થઇ હતી.


અન્ય એક ઘટનામાં વડોદરાના યુવાનનું કુવૈતમાં હાર્ટ અટેકથી મોત થયું હતું. કુવૈતમાં 40 વર્ષીય પ્રકાશ ચૌહાણ નામના યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું હતું. તેને કુવૈતમાં દરજી કામ સમયે હાર્ટ અટેક આવ્યો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો.


પાટણમાં પણ હાર્ટ અટેકના કારણે એકનું મોત થયું હતું. ચાણસ્માના રણાસણ ગામના મહિલા સરપંચના પતિનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. 58 વર્ષીય કાનજીભાઇ પરમાર સિદ્ધપુર ખાતે તેમની દીકરીને ત્યાં ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. કાનજીભાઈનાં આકસ્મિક અવસાનથી રણાસણ ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો