અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક બિલ્ડિંગની બાલ્કની ધરાશાયી થઇ હતી. મળતી જાણકારી અનુસાર, મણીનગર સ્થિત ઉત્તમ નગરમાં 70 વર્ષ જૂના સ્લમ ક્વાર્ટરના બે મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. ફાયર વિભાગે 30 લોકોના રેસ્ક્યુ કર્યું હતું. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.
અમદાવાદના ઉત્તમ નગર વિસ્તારમાં આવેલા 70 વર્ષ જૂના સ્લમ ક્વાર્ટરના બે મકાનની બાલ્કનીનો ભાગ વહેલી સવારે ધરાશાઇ થયો હતો. ઉત્તમ નગર ક્વાટર્સમાં કુલ આઠ બ્લોક આવેલા છે અને 256 મકાનોમાં કુલ 1500 જેટલા લોકો રહે છે. સવારે સાત વાગ્યાની આસપાસ ચોથા માળની બાલ્કનીનો ભાગ ત્રીજા માળની બાલ્કની ઉપર પડતા બંન્ને મકાનને નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે છ બાળકો સહિત કુલ 30 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ફાયર અધિકારી સ્વસ્તિક જાડેજાએ પણ એબીપી અસ્મિતાની વાતચીતમાં કહ્યું હતું કે મકાન જૂના થઈ ગયા છે અને એસ્ટેટ વિભાગની ટીમને સ્ટ્રકચર રિપોર્ટ તૈયાર કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે જે બાદ અન્ય કોઈ બ્લોકમાં પણ જોખમ હશે તો તેને પણ ખાલી કરાવવામાં આવશે.
AMCની કડક કાર્યવાહી, જાહેર રસ્તાઓ પર ગંદકી ફેલાવતા 7 એકમોને કર્યા સીલ
શહેરમાં ગંદગી ના ફેલાય તે માટે એક્શન લેવાનું શરૂ કરી દીધુ છે. એએમસીએ અમદાવાદ શહેરમાં જાહેર માર્ગ પર ગંદકી કરતાં સાત એકમોને સીલ મારી દીધા છે. આજે એએમસીએ થલતેજ વિસ્તારમાં વાડીલાલ હેપીનેસ, હટકે વડાપાઉં એકમને સીલ કર્યા છે, આ સાથે જ થલતેજમાં આવેલા તુલસી માર્કેટિંગ અને ખોડિયાર રેસ્ટૉરન્ટને પણ સીલ કરાયા છે. એએમસીએ આ ઉપરાંત ચાંદલોડિયા વિસ્તારના આવેલી ચામુંડા ફ્લૉર ફેકટરી અને ટી સ્ટૉલ નામના એકમ પણ સીલ કરી દીધુ છે. આ તમામ એકમો સામે ગંદકી કરવાની ફરિયાદ છે. AMCએ શહેરમાં આ સિવાય 11 એકમ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો પણ કબજે કર્યો છે.
અમદાવાદમાં સ્થાનિકો અને કિન્નરો વચ્ચે થઇ જોરદાર લડાઇ
અમદાવાદના જમાલપુર પાસે પથ્થરમારોની ઘટના બાદ સમગ્ર શહેરમાં માહોલ ગરમાઇ ગયો હતો. શહેરમાં જમાલપુર નજીક ગધાની ચાલીમાં બે ટોળાઓ વચ્ચે જોરદાર ઘર્ષણ થયા બાદ આ મામલે કાગડાપીઠ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી અને પોલીસે કાર્યવાહી કરતાં 8 લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી