અમદાવાદ:  કેનેડા જવા ઓનલાઇન સસ્તી ટીકીટના નામે લાખોનું ફુલેકુ ફેરવી એજન્ટ ફરાર થઇ ગયો હોવાની ફરિયાદ સેટેલાઈટ પોલીસમાં નોંધાઇ છે. જો કે એક બાજુ ભોગ બનનાર નાગરિકોએ 27 એપ્રિલના રોજ પોલીસને જાણ કરી અને બીજી બાજુ એજન્ટ ગાયબ થઇ જતાં પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે.


જો કોઈ તમને વિદેશ લઇ જવાના નામે સસ્તી ટીકીટ કરવાની લોભામણી લાલચ આપે તો તેનાથી ચેતજો. કારણ કે સેટેલાઈટ પોલીસમાં ફરિયાદ થઈ છે તે મુજબ ઓનલાઇન સસ્તી ટીકીટના નામે લાખોનું ફુલેકુ ફેરવી એજન્ટ ફરાર થઇ ગયો છે. ગ્રેસીયસ હોલીડેના નામે બિઝનેસ કરતા એજન્ટ અને તેની પત્ની ફરાર છે. તેની છેતરપિંડીની એમ હતી કે, વિદેશની ગ્રૂપ ટીકીટ બુકીંગ કરાવી એજન્ટ ટીકીટ કેન્સલ કરાવી દેતો. એજન્ટ પત્નીના નામે ગ્રેસીયસ હોલીડે નામથી ટીકીટ બુકીંગ ચાલતું હતું. જોકે ભોગ બનારે સેટેલાઇટ પોલીસ મથકમાં 25 એપ્રિલ જાણ કરી હતી. પોલીસ એજન્ટ નિરલ પારીખના ઘરે પણ ગઈ હતી. જે તે સમયે પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે. 


હાલમાં 20 જેટલા છેતરપીંડીનો ભોગ બનનાર લોકોએ પોલીસ કમિશનર કચેરી રજુઆત કરી છે. લાખો રૂપિયાની ટીકીટ કરાવી એજન્ટ ટીકીટ કેન્સલ કરાવી ભૂગર્ભમાં જતો રહ્યો હોવાનું ભોગ બનનાર લોકો કહી રહ્યા છે. એજન્ટ પાસે સ્ટુડન્ટસ અને કેનેડા, લંડન સહિત વિદેશ ફરવા જનારા લોકોએ ગ્રુપમાં ટીકીટ બુકીંગ કરાવ્યું હતું. એજન્ટ ઘરે જ ટીકીટ બુકીંગનું કામ કરતો હતો. એજન્ટ નિરલ પારીખ સહજાનંદ કોલેજમાં રોડ પર આવેલ શિવાની એપાર્ટમેન્ટ ફલેટમાં રહેતો અને ત્યાંથી જ ટિકિટ બુકીંગની કામગીરી કરતો હતો.


હાલ છેલ્લા બે દિવસથી ઘર તાળું મારી દંપતી ગાયબ થઈ ગયા છે. એક અંદાજે 60 જેટલા ભોગ બનાર લાખો રૂપિયાનું ફુલેકુ ફેરવ્યું હોવાનું સામે આવ્યું છે. જે અંગે સેટેલાઇટ પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.


 જીગ્નેશ મેવાણીએ પોલીસને આપ્યું 24 કલાકનું અલ્ટિમેટમ


વિસનગર તાલુકાના બાસણા ગામ પાસે યુવતીની હત્યા મામલે પોલીસની નિષ્ફળતા પર વડગામ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મહેસાણા ખાતે પ્રેસ કોન્ફરસ યોજી હતી. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, અમે મહેસાણા પોલીસને 24 કલાકમાં આરોપીઓને પકડી પાડવા અલ્ટીમેટમ આપીએ છીએ, નહીતો સમગ્ર રાજ્યમાં પોલસ સામે રેલી યોજી વિરોધ કરીશું.