Ahmedabad: આવતીકાલે રાજ્યમાં લોકસભા ચૂંટણી 2024ને લઇને ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. જેના એક દિવસ અગાઉ અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદની અલગ અલગ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ શાળાઓને ધમકી ભર્યો મેઇલ મળ્યો છે. ધમકી ભર્યા મેઈલના કારણે પોલીસે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે રશિયન મેઇલ આઈડીથી ધમકી આપવામાં આવી હતી. પોલીસ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળ્યાનો દાવો તપાસ એજન્સીનો છે. તપાસમાં ક્રાઈમબ્રાન્ચ, SOG અને સાયબર ક્રાઈમની ટીમ જોડાઈ હતી. સાથે જ બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની ટીમો પણ તપાસમાં જોડાઇ હતી.
મળતી જાણકારી અનુસાર ઘાટલોડિયાની આનંદ નિકેતન અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલયને ધમકીભર્યા ઈમેલ મળ્યા હોવાની જાણકારી મળી રહી છે. બોમ્બની ધમકી બાદ પોલીસ અને BDDSની ટીમ દોડતી થઇ હતી અને તપાસ શરૂ કરી છે. સાથે જ બોમ્બ સ્કવોર્ડની ટીમ પણ તપાસ કરી રહી છે. સ્કૂલોને ધમકી મળ્યા બાદ પોલીસને જાણ કરાઈ છે. રશિયન મેઇલ આઇડીથી ધમકી આપી હોવાની માહિતી મળી રહી છે.
પોલીસે અફવાઓથી દૂર રહેવા લોકોને કરી અપીલ
અમદાવાદની શાળાઓને ધમકીભર્યા ઈ-મેઈલ મળવાના કેસને લઇને પોલીસે મોટાભાગની તપાસ પૂર્ણ થઇ હતી. પોલીસ તપાસમા સ્કૂલોમાંથી કોઈ પણ વાંધાજનક વસ્તુઓ મળી આવી નથી. આ અફવા સાબિત થઇ હતી. અફવા ફેલાવવા બદલ સાયબર ક્રાઇમ અમદાવાદ શહેર ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો.અમદાવાદ પોલીસ દ્ધારા અપીલ કરવામા આવે છે કે “કોઈએ આ બાબતે ગભરાવવાની જરુર નથી, કોઈ પણ પ્રકારની અફવાઓ સોશિયલ મીડીયા પર આવતા ખોટા મેસેજોથી દૂર રહેવુ, શાંતિ રાખવી અને સાવધાન રહેવું.
ઘાટલોડિયાની અમૃતા સ્કૂલ, ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય, શાહીબાગની આર્મી કેન્ટોનમેન્ટ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. ધમકીભર્યા ઈ-મેઈલથી પોલીસ એક્શનમાં આવી હતી. સાયબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. સાયબર ક્રાઇમે કહ્યું કે છથી સાત સ્કૂલોને ધમકીભર્યો ઈમેઈલ મળ્યો છે.સવારે આઠથી નવ વાગ્યાની વચ્ચે ઈમેઈલ મળ્યો હતો. ધમકીભર્યા ઈમેઈલનું ડોમેન વિદેશી છે.
અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી આનંદ નિકેતન, ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય, શાહીબાગમાં આવેલી શાળા ઉપરાંત અમદાવાદની ચારથી પાંચ સ્કૂલોને ઇમેલ મળ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ રશિયન ડોમેઇન કે રશિયન હેન્ડલર તરફથી આ પ્રકારનો ઇમેઇલ મોકલવામાં આવ્યો હોવાની જાણકારી મળી છે. નોંધનીય છે કે, હાલમાં જ દિલ્હી-એનસીઆરની 200થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ મામલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી. ધમકીભર્યા ઇમેલ રશિયાના વીપીએનથી મોકલાયા હતા. દિલ્હી એનસીઆરમાં અંદાજે 80થી વધુ સ્કૂલમાં બોમ્બની ધમકી મળી હતી. જોકે તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે પણ તપાસ કરી હતી.
નોંધનીય છે કે ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાશે. ગુજરાત સહિત તમામની મતગણતરી 4 જૂનના રોજ થશે.