Ahmedabad Crime News: અમદાવાદમાં ક્રાઇમનો સિલસિલો યથાવત છે, હાલમાં જ નરોડા વિસ્તારમાં ધોળે દિવસે ફાયરિંગની ઘટના સામે આવી છે, બે જૂથો વચ્ચે થયેલી બોલાચાલી બાદ બાઇક પર આવેલા ચાર શખ્સોએ ફાયરિંગ કર્યુ હતુ, જેમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે. 


ચૂંટણી ટાણે અમદાવાદમાં ફાયરિંગની ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ખરેખરમાં ઘટના એવી છે કે, અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ધોળે દિવસે ફાયરિંગની ઘટના ઘટી છે. નરોડાના ખાટીકટ કેનાલ પાસે આવેલી નવયુગ સ્કૂલ નજીક બે જૂથો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. બન્ને જૂથો વચ્ચે પહેલા મારામારી થઇ બાદમાં બાઇક પર સવાર થઇને આવેલા ચાર શખ્સોએ ફાયરિંગ કર્યુ હતું. લૂખ્ખા તત્વોના આ મારમારી દરમિયાન વિશ્વજીત નામના શખ્સ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. આ ઘટનામાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. નરોડા પોલીસે ઘટનાની તપાસ કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. 


સુરતમાં હિદુવાદી નેતાઓની હત્યાનું કાવતરું રચનાર મોલવીની ધરપકડ, નુપુર શર્મા સહિત આ લોકો હતા નિશાને


હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા અન્ય હિન્દુ નેતાઓને પાકીસ્તાન, નેપાળ તથા અન્ય દેશના લોકો સાથે મળી જાનથી મારી નાખવાની ધમકી આપનાર કઠોરગામના મૌલવી સોહેલ અબુબકર ટીમોલની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે.  


ક્રાઇમબ્રાંચને મળેલ બાતમી આધારે આરોપી-મહમદ સોહેલ ઉર્ફે મૌલવી S/O અબુબકર ટીમોલને ઝડપી પાડવામાં આવ્યો છે. તે સુરત જિલ્લાનાં કઠોરગામમાં આવેલ મદ્રેસામાં હાફિઝ અને આલીમ બનેલ છે. કઠોર-અંબોલી ગામમાં મુસ્લીમ બાળકોને ઈસ્લામ ધર્મ અંગેનુ ખાનગી ટ્યુશન ચલાવે છે તેમજ લસકાણા ડાયમંડ નગર ખાતે ધાગા ફેકટરીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. 


આ અંગે વિગતે વાત કરીએ તો, મોલવી સોહેલ અબુબકર ટીમોલે સુરતના હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને ધમકી આપી હતી. ઉપદેશ રાણા સનાતન સંઘના નામથી Ngo ચલાવે છે. વોટ્સએપના માધ્યમથી ઉપદેશ રાણાને ધમકી મળી હતી. ત્યારે ધમકી આપનાર મૌલાનાની ધરપકડ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી હતી. કામરેજના કઠોરથી મૌલવીની ધરપકડ કરવામાં આવી છે.


તે પાકિસ્તાન અને નેપાળના લોકોના સંપર્કમાં હતો. હૈદરાબાદના હિન્દુવાદી નેતા રાજા સિંગ તેમજ સુદર્શન ન્યૂઝના એડિટર ઇન ચીફ સુરેશ ચૌહાણ તેમજ નુપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી આપવાનું ષડયંત્ર હતું. આ મૌલવી પાકિસ્તાનથી ગન મંગાવતો હતો અને પાકિસ્તાનથી પણ વેપન જલ્દી આપવાની વાત કરાઈ હતી. હથિયાર જલ્દી મંગાવવા બાબતેની પણ  ચેટ મળી છે. આ ઈસમો લુડો જેવી ગેમ કે જેમાં ચેટિંગ થઈ શકે તેનો ઉપયોગ વાત કરવા  માટે માટે કરતા હતા.


ઉપદેશનું નામ ઈસમોએ ઢક્કન આપ્યું હતું. કોડવર્ડ નામના આધારે જ આ મૌલવી તેના સાગરીતો સાથે વાત કરતો હતો. હિન્દૂવાદી નેતાઓના નિવેદનને લઈને આ મૌલવી લોકોને ટાર્ગેટ કરતો હતો. હિન્દૂ નેતાને મારવા માટે 1 કરોડ રૂપિયા આપવાની વાત મૌલાવીએ પાકિસ્તાનના હેન્ડલરને કરી હતી. પાકિસ્તાન તેમજ અન્ય દેશના વર્ચ્યુઅલ મોબાઈલ નંબર પરથી ફોન કર્યા હતા. લાસકાણાના ડાયમંડ નગરમાં એમ્બ્રોડરીના ખાતામાં આ મૌલવી મેનેજર તરીકે કામ કરતો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મૌલાવીની ધરપકડ કરવામાં આવતા આ સમગ્ર કાંડનો પર્દાફાશ થયો છે.


તમને જણાવી દઈએ કે, અગાઉ ઉપદેશ રાણાને x કેટેગરીની સુરક્ષા પણ આપવામાં આવી હતી. અગાઉ પણ ઉપદેશ રાણાને પાકિસ્તાન ઉપરાંત અલગ અલગ દેશોમાંથી જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. કિશન ભરવાડ હત્યા કેસ દરમિયાન પણ ટિપ્પણી મુદ્દે ઉપદેશ રાણાને ધમકી મળી હતી. ઉપેદેશ રાણા જે NGO ચલાવે છે તેના સંઘના કમલેશ તિવારીની વિધર્મીઓના ધર્મ ગુરૂ પર ટિપ્પણી કરવા બદલ 2019માં લખનૌઉમાં હત્યા કરવામાં આવી હતી.