Ramlala Pran Pratishtha: ૨૨ જાન્યુઆરીએ યોજાનાર રામ લલ્લાનાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અમદાવાદના પરિવારને આમંત્રણ મળ્યું છે. ગોધરામાં ટ્રેનના કોચની દુર્ઘટનામાં પ્રાણની આહુતિ આપનાર સદાનંદ જાદવના પરિવારને આમંત્રણ મળ્યું છે.
અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમયે હાજર રહેવા અમદાવાદના પરિવારને આમંત્રણ મળતા ખુશીની લહેર છવાઈ છે. મૂળ અમરાઈવાડીમાં રહેતા જાદવ પરિવારના મોભી સદાનંદ જાદવ ગોધરાકાંડની ઘટનામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર સેવક તરીકે ગયા હતા. તબિયત નાદુરસ્ત હોવા છતાં ગયેલા સદાનંદ જાદવએ ગુજરાતમાં પ્રવેશીને પરિવારના સભ્યોને ટેલીફોનથી જાણ કરી હતી પણ તે ફોન અંતિમ ફોન બન્યો અને સદાનંદ જાદવે 58 કાર સેવકો જેમણે જીવ ગુમાવ્યા તે પૈકીના એક કારસેવક હતા.
સદાનંદ જાદવના પુત્ર મનોજ જાદવે abp અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું કે પરિવારને આમંત્રણ મળ્યું છે અને 22 જાન્યુઆરીએ દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાશે. સાથે પિતાના બલિદાનને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને અસલી બલિદાન ગણાવ્યું.
શભરમાં અયોધ્યાને લઇને સમાચારો તાજા છે, અયોધ્યામાં 500 વર્ષ બાદ હિન્દુ ધાર્મિક અને ભવ્ય મોટુ રામ મંદિર બની રહ્યું છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આગામી 22મી જાન્યુઆરીએ યોજાવવાની છે, ત્યારે આ મહોત્સવમાં દેશભરમાંથી કેટલાક લોકોને આ સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યુ હતુ, ગુજરાતમાં આમંત્રણ પત્રિકા આપવાનું કામ પૂર્ણ થઇ ચૂક્યુ છે. લગભગ 300થી વધુ લોકોને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં જોડાવવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. જાણો વિગેત
આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવા જઈ રહ્યો છે. ત્યારે માત્ર અયોધ્યા જ નહીં પરંતુ દેશભરમાં તેની ધામધૂમપૂર્વક ઉજવણી થવાની છે. આ ઐતિહાસિક ઘટનાનાને લઈને ગુજરાતમાં અમદાવાદમાં પણ તૈયારીઓ ચાલી રહી છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રિત મહેમાનોને આમંત્રણ પત્રિકા આપવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ગુજરાતમાંથી 370 જેટલા લોકોને રામ મંદિર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં 270 જેટલા સાધુ-સંતો છે, ૧૦૦ ઉદ્યોગપતિ અને અલગ-અલગ સમાજ અથવા તો જે તે ક્ષેત્રના શ્રેષ્ઠીઓનો સમાવેશ થાય છે.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મંદિર ટ્રસ્ટને એક યાદી મોકલવામાં આવી હતી, જેના આધારે આમંત્રણ પત્રિકાઓ પરિષદને સોંપવામાં આવી હતી, અને તેના વિતરણની કામગીરી પૂર્ણ કરાવી છે. 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં આમંત્રિત મહેમાનો સિવાય અન્ય કોઈને ના આવવા માટે પણ આગ્રહ કરવામાં આવ્યો છે. તેવામાં યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આમંત્રિત મહેમાનોને પત્રિકા પર ખાસ કૉડ આપવામાં આવ્યા છે, જેના આધારે અયોધ્યામાં તેઓ પ્રવેશ મેળવી શકશે. જે આમંત્રિત મહેમાનો પોતાના વાહન લઈને જવાના હશે તેમને પાર્કિંગ માટેનો પાસ પણ ઇસ્યૂ કરવામાં આવ્યો છે. એરપોર્ટ પર અને રેલવે સ્ટેશન પર આમંત્રિતોને આવકારવા માટે ખાસ ટીમ તૈનાત રહેશે. ગુજરાતના સાધુ-સંતો અને શ્રેષ્ઠીઓની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુજરાતમાંથી 30 જેટલા સ્વયંસેવકોની ટીમ પણ અયોધ્યામાં કાર્યરત રહેવાની છે.