Ahmedabad: અમદાવાદના બોપલના TRP મોલમાં સ્કાય ટ્રમ્પોલિનમાં પાંચમાં માળે  આગ લાગી હતી. આગ ગેમ ઝોનમાં લાગી હતી. રાત્રે દસ વાગ્યા બાદ ગેમ ઝોન બંધ થઇ જતાં જાનહાનિ ટળી છે. ઘટનાની જાણ થતાં 15 ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ગેમિંગ ઝોનમાં આગ કયા કારણસર લાગી તે હજુ સુધી જાણી શકાયુ નથી, FSL ના રિપોર્ટ બાદ આગનું કારણ સામે આવી શકે છે. પાંચમાં માળે લાગેલી આગ છઠ્ઠા માળે પણ પ્રસરી  હતી તેમજ નીચેના અન્ય ફલોર પર કેટલાક બેનરો સળગ્યા હતા . ટ્રેમ્પોલિન પાર્કમાં પ્લાયવુડ અને રબ્બર વાપરવામાં આવ્યું હોવાથી આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. રાત્રે 10 વાગ્યે ગેમ ઝોન બંધ થઇ ગયા બાદ આગ લાગી હોવાથી  સદભાગ્યે  જાન હાનિ ટળી છે, TRP મોલમાં PG, હોટલ તેમજ થિયેટર આવેલા છે. આગ લાગ્યા બાગ સલામતીના ભાગરુપે સ્ટાફ તેમજ અન્ય લોકોને

  કઢાવામાં આવ્યા હતા.


આ અગાઉ અમદાવાદની કૃષ્ણનગર વિસ્તારની હાર્ડવેરની દુકાનમાં પણ અચાનક આગ લાગી હતી. મહાવીર હાર્ડવેર નામના એકમમાં આગ લાગી હતી. દુકાનમાં થિનર અને કેમિકલ હોવાથી આગે ગતિ પકડી હતી. આગ એટલી ભીષણ હતી કે દુર દુર સુધી ધૂમાડો છવાઇ ગયો હતો. જો કે સદભાગ્યે કોઇ જાનહાનિ ટળી છે.. ઘટનાની જાણ થતાં ફાયરટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોને સલામત રીતે બહાર કાઢીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.આગ લાગવાનું કારણ જાણવા FSL ની મદદ લેવાઇ છે. 


તો બીજી તરફ અંકલેશ્વરની પાનોલી ઓદ્યોગિક વસાહતમાં પણ આગની ઘટના બની હતી. Rspl કંપનીમાં  આગ ફાટી નીકળતા નાસભાગ મચી ગઇ હતી.  વેસ્ટ મટીરીયલ નું રિસાયક્લિંગનું કામ કરતી કંપનીમાં અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ. જો કે આગ એટલી ભીષણ હતી કે, 5 કી.મી.દૂરથી આગના ગોટેગોટા નજરે ચઢયા હતા. ંકલેશ્વર-પાનોલી DPMCના 7થી વધુ ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ પણ પહોંચીને કંપની તરફ જતો માર્ગ કોર્ડન કર્યો હતો. 


-