Ahmedabad News: અમદાવાદના ગોમતીપુરમાં કારખાનામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ લાગવાની ઘટનામાં 80 વર્ષીય વૃદ્ધનું આગની જ્વાળામાં દાઝવના કારણે મોત થયું છે. આ અંગે વિગતે વાત કરીએ તો અમદાવાદનો ગોમતીપુર વિસ્તાર જ્યાં આગ લાગવાની ઘટના બની છે. ખુરશીઓની સીટ બનાવવાના કારખાનામાં કોમ્પ્રેસરમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ફાયરવિભાગને બપોરે 2.15 કલાકે આગ લાગવાનો કોલ મળ્યો હતો. જે બાદ ઘટનાસ્થળે 9 ગાડીઓ મોકલવામાં આવી હતી. જો કે ફાયરની ગાડીઓ સ્થળે પહોંચે તે પહેલાં કારખાનાની બહાર ખાટલામાં સુતેલા 80 વર્ષીય વૃદ્ધનું સળગી જવાના કારણે મોત થયું હોવાની પુષ્ટિ ફાયરવિભાગ દ્વારા કરવામાં આવી છે.




ACP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કારખાનામાં વધુ કોઈ વ્યક્તિ ફસાયા છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી હતી. જો કે કારખાનામાં અન્ય કોઈ વ્યક્તિઓ ફસાયા ન હોવાથી કારખાનામાં કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પોલીસને મળેલી માહિતી અનુસાર કારખાનામાં જે વ્યક્તિનું મોત થયું તેના પૌત્ર અફઝલ દ્વારા આ કારખાનું ચલાવવામાં આવી રહ્યું હતું જેના આધારે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.


નકલી ઘી, નકલી પનીર બાદ હવે ડ્રાયફુટમાં ઇયળ નીકળવાની ઘટના અમદાવાદમાં સામે આવી છે. શહેરનાં બોપલ વિસ્તારમાં રહેતા એક પરિવારને કડવો અનુભવ થયો છે. બોપલ સ્થિત શાલિગ્રામ શોપિંગ સેન્ટરમાં આવેલી માધવ ડ્રાયફ્રૂટ દુકાનમાંથી મનીષા પટેલ નામની મહિલાએ કાજુ લીધા હતા. જે બાદ ઘરે જઈને પેકેટ ખોલતા તેમાંથી ઈયળ નીકળી હતી. સમગ્ર વિવાદ કોર્પોરેશન સુધી પહોંચતા આરોગ્ય વિભાગે કાર્યવાહી શરુ કરી છે.


રાજ્યમાં ભેળસેળના અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે અમદાવાદમાં વેપારીઓ દ્વારા ગ્રાહકો સાથે અનેક છેતરપિંડીની ઘટનાઓ પણ સામે આવી છે. હાલમાં જ અમદાવાદના સાઉથ બોપલની 'ટોમેટોઝ કેરી ઓન' નામની રેસ્ટોરન્ટને 10 હજારનો દંડ કરવામાં આવ્યો છે.  વેજીટેબલના બદલે એક ગ્રાહકને નોન વેજ પીરસી દેવામાં આવ્યું હતું.  ગઈકાલે મિત રાવલ નામનો યુવક પરિવાર સાથે હોટલમાં ડીનર માટે ગયો હતો.  ડિનરમાં 'વેજ મેક્સિકન હોટ પોટ'નો ઓર્ડર આપ્યો હતો. પરંતુ તેની જગ્યાએ નોન વેજ પીરસી દેવામાં આવ્યું હતું. 


સમગ્ર મામલે મીત રાવલે હોટલના મેનેજરને ફરીયાદ કરી છે. પરંતુ કોઈએ રજૂઆત ન સાંભળી. જેથી આરોગ્ય વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમે રેસ્ટોરન્ટમાં તપાસ કરી અને રેસ્ટોરન્ટના માલિકને 10 હજારનો દંડ ફટકાર્યો છે. 


સાઉથ બોપલની (South Bopal) ટોમેટોસ રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયેલા શખ્સ દ્વારા શાકાહારી ભોજનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ શખ્સે વેજીટેરિયન ઓર્ડર આપ્યો હોવા છતાં તેને નોનવેજ પીરસાયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. શંકાસ્પદ જમવાનું ચેક કરતા વેજના બદલે નોનવેજ પીરસાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.