Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જ્યાં 80 હજારથી વધુ સ્વયંસેવકો છેલ્લા ત્રણ ચાર મહિનાથી સેવા આપી રહ્યાં છે. ત્યારે શતાબ્દી મહોત્સવમાં માઈક્રો મેનેજમેન્ટનું વધુ એક અદભૂત ઉદાહરણ સામે આવ્યું છે. અહી મહોત્સવમાં સેવા આપી રહેલા સ્વયંસેવકોની જરુરિયાતને ધ્યાનમાં રાખી ત્રણ અલગ અલગ સલુન ઉભા કરાયા છે. જ્યાં રોજના 1500થી વધુ સ્વંયસેવકો હેર કટિંગ અને સેવીંગ કરાવે છે. અહીં આયોજન પણ એવું અદભૂત છે કે હેરકટિંગ માટે કે સેવિંગ માટે નથી લાગતી લાઈન.
80 હજારથી વધુ સ્વયંસેવકો પોતાની સેવા આપી રહ્યાં છે
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે શહેરમાં 600 એકર જગ્યામાં પ્રમુખસ્વામી નગર ઉભુ કરવામાં આવ્યું છે. આમ તો નગરમાં એકે એક વસ્તુ જુઓ તો તમને બધુ જોરદાર જ લાગશે. અને આખાય નગરની રચનાના પ્લાનિંગની વાત કરવામાં આવે તો તે પ્લાનિંગથી માંડી અને સતત એક મહિનો ઉત્સવનું મેનેજમેન્ટ પણ અદભૂત છે. અહીં ટ્રાફિકની વાત હોય કે સ્વચ્છતાની બધુ જ મેનેજમેન્ટ ફુલ પ્રુફ પ્લાનિંગથી થાય છે. એટલુ જ નહિ બીએપીએસના માઈક્રો પ્લાનિંગની વાત કરવામાં આવે તો અહીં છેલ્લા ત્રણ ચાર મહિનાથી સતત 80 હજારથી વધુ સ્વયંસેવકો પોતાની સેવા આપી રહ્યાં છે. ત્યારે આ સ્વંયસેવકોને જો દાઢી ઉગી ગઈ હોય કે માથાના વાળ વધી ગયા હોય તો હેર કટિંગ માટે કે પછી સેવીંગ માટે ક્યાંય જવાની જરુર નથી.કારણ કે તે માટેની વ્યવસ્થા પણ શતાબ્દી મહોત્સવમાં કરવામાં આવી છે.
કુલ 100 બેઠક સાથેના સલુન ઊભા કરાયા
અહીં ત્રણ અલગ અલગ જગ્યાએ સલુન ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ચાર નંબરના ગેટ પાસે એક સલુન 40 ખુરશીઓ સાથેનું જ્યારે સાત નંબરના ગેટ પાસે એક સલુન 40 ખુરશીઓ સાથે જ્યારે અન્ય એક સલુન 20 ખુરશી સાથે એમ કુલ 100 બેઠક સાથેના સલુન ઊભા કરાયા છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે અહીં રોજે રોજ 1500થી વધુ સ્વંય સેવકો હેર કટિંગ અને સેવિંગ કરાવે છે. અહીં સેવા આપી રહેલા કિશોરભાઈ રાઠોડ જણાવે છે કે તેઓ વર્ષોથી બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા સાથે જોડાયેલા છે અને અહીં ત્રણ અલગ અલગ જગ્યાએ સલુન બનાવવાં આવ્યા છે.
માત્ર 10 રુપિયા જેટલો ચાર્જ
એક સલુનમાં 700થી 800 જ્યારે કુલ 1500 જેટલા સ્વયં સેવકો રોજે રોજ સેવિંગ અને હેરકટિંગ માટે આવે છે. તેઓના સેવિંગ કે હેરકટિંગ માટે બધુ જ બ્રાન્ડેડ વસ્તુઓ જ વાપરવામાં આવે છે. તેઓ પાસેથી માત્ર 10 રુપિયા જેટલો ચાર્જ લઈએ છીએ એટલે કે હેર કટિંગ કરવું હોય તો 10 રુપિયા જ્યારે સેવિંગ કરવું હોય તો 10 રુપિયા જેટલો ચાર્જ લઈએ છીએ. અહીં હેરકટિંગ માટે 150 જેટલા સ્વયં સેવકો સેવા આપી રહ્યાં છે. અને તમામ લોકો પ્રોફેશનલ છે. દરેક સલુનની દુકાન ધરાવે છે. પણ અહી શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા માટે પહોંચ્યા છે. સવારે 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સલુનમાં સેવા આપીએ છીએ. માત્ર હેર કટિંગ અને સેવિંગ જ નહિ જે સ્વયં સેવકના નખ વધી ગયા હોય તો તેઓને નેલ કટીંગ પણ અહી કરવામાં આવે છે.