અમદાવાદઃ અમદાવાદના રિલીફ રોડ પર આવેલા એક કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગી હતી. વિકરાળ આગને પગલે 15 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.


મળતી જાણકારી અનુસાર શહેરના રિલીફ રોડ પર આવેલા એક કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગી હતી. ચાર રસ્તા પાસેના જુના કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં આગ લાગી હતી. ત્રણ માળ સુધીના કોમ્પ્લેક્સની છ જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે. ફાયરબ્રિગેડની 15 ગાડીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા.  


બાલાસિનોરમાં મોબાઇલમાં બ્લાસ્ટ


મહીસાગર જિલ્લામાં બનેલી એક ગંભીર ઘટનામાં કિશોર મોબાઈલ ચાર્જ કરતાં કરતાં ગેઈમ રમતો હતો ત્યારે અચાનક મોબાઈલમાં બ્લાસ્ટ થતાં કિશોરને ગંભીર ઈજા થઈ છે. બાલાસિનોરમાં મોબાઈલ બ્લાસ્ટની બનેલી આ ઘટનાએ ખળભળાટ મચાવ્યોછે. મોબાઈલ ચાર્જિંગ માં રાખી ગેમ રમવા કે વાત કરનારા લોકો માટે અને બેદરકારી દાખવાનાર વાલીઓ માટે આ ઘટના ચેતવણી સમાન છે.


બાલાસિનોરના ભમરીયા ગામની ઘટનામાં મોબાઈલ ચાર્જિંગ ચાલુ રાખી ગેમ રમતા સમયે અચાનક મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ગેમ રમતા કિશોરના હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત કિશોરને બાયડની હોસ્પિટલમાં  સારવાર માટે ખસેડાયો છે. 


દુનિયામાં ઝડપથી ફેલાઇ શકે છે કોરોનાનો નવો વેરિઅન્ટ


દક્ષિણ આફ્રિકામાં દેખાયેલા કોરોનાના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’ને કારણે સમગ્ર વિશ્વમાં ફફડાટ છે.  કોરોનાના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’નો પ્રસાર રોકવા વિશ્વભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે. અમેરિકાના હેલ્થ એક્સપર્ટ્સ ડોક્ટર એન્થની ફૉસીએ કહ્યું કે કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટ  પાણીની જેમ દુનિયામાં ફેલાઇ શકે છે. આ વેરિઅન્ટ શરીરમાં હાજર એન્ટીબોડી પર શું અસર કરી શકે છે આ જાણવા માટે અમેરિકાના વૈજ્ઞાનિકો પોતાના સાઉથ આફ્રિકાના સહયોગીઓ સાથે સંપર્કમાં છીએ.