અમદાવાદ: રખડતા ઢોરને લઈને રાજ્ય સરકાર અને માલધારી સમાજ આમને સામને છે. હવે માલધારી સમાજ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. માલઘારી સમાજની સરકાર સામે મોટા આંદોલનની તૈયારીમાં છે. 10 તારીખે માલઘારી સમાજના આગેવાનોની દુઘરેજ વડવાળા મંદિર ખાતે મોટી મીટીંગ યોજાવાની છે. અમદાવાદની ખાનગી હોટલમાં માલઘારી સમાજની મીટીંગ મળી હતી. નવરાત્રિ બાદ 10 લાખ માલઘારીનું ગાંધીનગર ખાતે સંમેલનનું યોજાશે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે.


રાજ્યમાં રસ્તે રખડતાં ઢોર મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગંભીર નોંધ લેવાયા બાદ તંત્ર દ્વારા રખડતા ઢોર પકડવાની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી. જેથી માલધારી સમાજ દ્વારા રખડતા ઢોરને પકડવાને લઈ વિરોધ કરવામાં આવ્યો. જેં મુદ્દે NSUI દ્વારા પણ ગાય નહી તો વોટ નહીં, અમારા ગામ નેસડામાં વોટ લેવા આવવું નહી જેવા સુત્રો સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા. સાથે જ માલધારી સમાજની માંગણીઓ નહી સ્વીકારવામાં NSUI દ્વારા ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


માલઘારી સમાજની માંગણીઓને લઈને અમદાવાદમા NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો. માલધારી સમાજ પોતાની માંગણીઓ લઈને મેદાને ઉતર્યો છે ત્યારે NSUI દ્વારા પણ પોસ્ટર લગાવવામાં આવ્યાં. અમારા ગામ નેસડામાં વોટ લેવા આવવું નહી જેવા સુત્રો સાથે પોસ્ટર લગાવી NSUI એ વિરોધ નોંધાવ્યો.


હવે ગુજરાતની 1700 જેટલી ગૌશાળાના સંચાલકોએ સરકાર સામે ચડાવી બાયો


બનાસકાંઠા: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા અનેક સરકાર કર્મચારીના સંગઠનો રસ્તા પર ઉતરતા સરકારની ચિંતા વધી છે. જૂની પેન્શન સિસ્ટમને વઈને પણ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. આ ઉપરાંત માલધારી સમાજના આગેવાનોએ પણ સરકારે રજૂઆત કરી હતી. તો બીજી તરફ હવે ડીસા ખાતે ગૌ શાળા અને પાંજરાપોળના સંચાલકોની બેઠક મળી હતી. હને ભાભર ખાતે 7મી સપ્ટેમ્બરે ગૌમાતા અધિકાર સંમેલન યોજાશે. ગુજરાતની 1700 જેટલી ગૌશાળાના અને પાંજરાપોળના સંચાલકો અને સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહશે.


સરકારે ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી હતી, પંરતુ સહાયની જગ્યાએ વાયદાઓ કરતાં સરકાર સામે લડતની રણનીતિ ઘડવા બેઠક બોલાવવામાં આવશે. છેલ્લા 3 વર્ષથી ગૌશાળા અને પાંજરાપોળમાં દાન ઓછું થતાં ગુજરાતના 4.5 લાખ ગૌવંશનો નિભાવ કરવો મુશ્કેલ બનતા ગૌશાળાની હાલત કફોડી બની છે. ભાભર ખાતે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો મહાબેઠક કરી સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરશે.