PM Modi Gujarat Visit: વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8મી જાન્યુઆરીએ ગુજરાત આવશે. 8થી 10 જાન્યુઆરી પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે રહેશે. 8મી જાન્યુઆરીએ સાંજે પીએમ મોદી ગુજરાત આવે તેવી શક્યતા છે. 9મી જાન્યુઆરીએ સવારે 9:30 કલાકે મહાત્મા મંદિર ખાતે પીએમ વિશ્વના નેતાઓ સાથે સંવાદ કરશે. વિશ્વની મુખ્ય કંપનીઓના ceo સાથે પીએમ મોદી બેઠક કરશે. પીએમ મોદી 3 કલાક આસપાસ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે.  10મી જાન્યુઆરીએ સવારે 9:45 કલાકે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન કરશે.  સાંજે 5:15 કલાકે ગિફ્ટ સિટીમાં અનેક મહાનુભવો સાથે બેઠક કરશે.


એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીના માર્ગને પણ આઇકોનીક રોડ બનાવવામાં આવશે


તો બીજી તરફ વાઇબ્રન્ટ ગુજરાત પહેલા અમદાવાદને શણગારવામાં આવ્યું છે. એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના માર્ગે રોશની કરવાની તૈયારીઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દુબઇના રાષ્ટ્રપતિનો એરપોટથી રોડ શો યોજાશે. બંને નેતાઓ ગાંધી આશ્રમ પ્રાર્થના સભામાં હાજરી આપશે.  દુબઇના રાષ્ટ્રપતિ મોહમમદ બિન ઝાયેદ અલ નાહ્યાન પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. 5000 જેટલી જન મેદનીને સંબોધિત કરશે બંને નેતાઓ. અમદાવાદમાં વાઇબ્રન્ટ ગુજરાતના પગલે 20 સર્કલ અને અમદાવાદ અને ગાંધીનગર આસપાસના મુખ્ય માર્ગ શણગારવામાં આવશે. એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીના માર્ગને પણ આઇકોનીક રોડ બનાવવામાં આવશે.


માનવસાકળ બનાવી બંને નેતાઓનું અભિવાદન ઝીલવામાં આવશે


આ ઉપરાંત માનવસાકળ બનાવી બંને નેતાઓનું અભિવાદન ઝીલવામાં આવશે. આગામી સપ્તાહમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત પહેલા પ્રશાસન તરફથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દુબઇના રાષ્ટ્રપતિ મોહમદ બિન ઝાયેદ અલ નાહ્યાન એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ શો કરશે.  તેમજ ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભામાં હાજરી આપશે. જે માટેની તૈયારીઓ આશ્રમમાં શરૂ કરવામાં આવી છે.


તમામ મુખ્ય ચાર રસ્તાઓ શણગારવામાં આવી રહ્યા છે.


આ તરફ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના માર્ગ ઉપર માનવ સાંકળ બનાવી બંને નેતાઓનું અભિવાદન ઝીલવામાં આવશે. જેમાં 5000 જેટલા લોકો રોડની બંને તરફ ઉભા રહેશે. અમદાવાદ મનપા દ્વારા 20 જેટલા સર્કલ અને શહેરમાં આવેલા તમામ મુખ્ય ચાર રસ્તાઓ શણગારવામાં આવી રહ્યા છે. 9 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર, એકઝીબીશન સેન્ટર તથા ગીફટ સીટી ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા દેશ વિદેશના મહાનુભાવો આવવાના છે, જેને અનુલક્ષીને સુરક્ષા મજબૂત રાખવામાં આવી છે.