Ahmedabad: અમદાવાદના બોપલમાં એક વિદ્યાર્થીની હત્યાથી ચકચાર મચી ગઇ હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના બોપલ વિસ્તારમાં ફાયર સ્ટેશન નજીક કોલેજના એક વિદ્યાર્થીને છરીના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી. વિદ્યાર્થીએ વાહન ધીમે ચલાવવાનું કહેતા કાર ચાલકે ઝઘડો કર્યો હતો અને બોલાચાલી થયા બાદ કાર ચાલક છરીના ઘા મારી ફરાર થઇ ગયો હતો. MICA કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યા કેસમાં બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


કાર ધીમી ચલાવવા બાબતે ટકોર કરતાં બબાલ થઇ હતી. જેમાં ઉશ્કેરાયેલા કારયાલકે છરીના ઘા ઝીંકી વિદ્યાર્થીની હત્યા કરી હતી. યુવક MICA કોલેજમાં અભ્યાસ કરતો હતો. મૃતક 23 વર્ષનો અને UPનો રહેવાસી હતો. મૃતક યુવકનું નામ પિયાંશુ જૈન હોવાનું સામે આવ્યું છે. પિયાંશુ જૈન અને તેનો મિત્ર બુલેટ પર જતા હતા ત્યારે આ ઘટના બની હતી. જાહેરાત આ સમગ્ર મામલે પોલીસ એક્શનમાં આવી છે અને સમગ્ર બાબતે તપાસ હાથ ધરી હત્યા કરનાર કારચાલકની શોધખોળ હાથ ધરી છે.


બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, પ્રિયાંશુ જૈન ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી હતો અને માઇકા કોલેજમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. 10 નવેમ્બરના રોજ રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ પૃથ્વીરાજ અને પ્રિયાંશુ સાથે મિત્રનું બુલેટ લઇને બોપલ સરકારી ટ્યૂબવેલ પાસે આવેલી દુકાને સૂટ સિવડાવવા માટે ગયા હતા. બાદમાં વકિલ બ્રિજ પાસે નાસ્તો કરી કોલેજ તરફ જઇ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતી એક કારે બુલેટ પાસેથી ટર્ન લીધો હતો. જેથી પ્રિયાંશુએ કાર ચાલકને કાર ધીમે ચલાવવાનું કહ્યું હતું. જોકે બાદમાં કાર ચાલક તેમની પાછળ આવ્યો હતો અને બુલેટ રોકવાનું કહીને બોલાચાલી કરવા લાગ્યો હતો


બાદમાં પ્રિયાંશુ અને કાર ચાલક વચ્ચે ઝઘડો થયો હતો. જેથી ઉશ્કેરાયેલા કાર ચાલકે છરીથી પ્રિયાંશુ પર હુમલો કર્યો હતો. બાદમાં કાર ચાલક કાર લઇને ફરાર થઇ ગયો હતો. બાદમાં તેના મિત્રો ગંભીર હાલતમાં પ્રિયાંશુને હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન પ્રિયાંશુનું મોત નીપજ્યું હતું. ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી બોપલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને ફરાર કાર ચાલકને પકડવાની કામગીરી હાથ ધરી હતી.