અરવલ્લી: બોપલથી દાહોદ જતી બસમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચાલું એસટી બસમાં જઈ રહેલા મુસાફરનું મોત થતા ચકચાર મચી ગઈ છે. કડજોદરાથી બાયડ જતી વખતે મુસાફરની તબિયત વધુ લથડી હતી. જેની કંડકટરને જાણ થતા તેમણે 108ને કોલ કર્યો હતો. ત્યાર બાદ મુસાફરને 108 મારફતે બાયડ સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તબીબ દ્વારા  મુસાફરને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મુસાફરનું નામ ડોડીયા દિનેશભાઈ જોગીભાઈ હોવાનું બહાર આવ્યું હતું. મુસાફરના મોતને અરેરાટી મચી ગઈ હતી. હાલમાં એસટી બસને બાયડ ડેપોમાં સ્ટોપ કરાઈ છે.


નડિયાદમાં નવજાત શિશુ તરછોડવા મામલે પોલીસને મોટી સફળતા
ખેડા:  નડિયાદમાં નવજાત શિશુ તરછોડવા મામલે પોલીસને મોટી સફળતા મળી છે. ફક્ત બે જ કલાકમાં નડિયાદ પશ્ચિમ પોલીસે શિશુને તરછોડનાર મહિલાને ઝડપી પાડી છે. નડિયાદ શહેરની પોદાર સ્કૂલ પાસે  આવેલ ઉમિયા કોલોનીમાંથી આ મહિલા મળી આવી છે. નોંધનિય છે કે, આ મહિલાને શોધવા માટે પોલીસે ચાર અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.


આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 5-6 મહિના પહેલા ગર્ભવતી મહિલાને છોડીને પતિ ચાલ્યો ગયો હતો. પોલીસ તપાસમાં નડિયાદ શહેરમાં ડાકોર રોડ ઉપર માસીને ત્યાં ઝુપડામાં રહેતી હોવાનું મહિલાએ કબૂલ્યું હતું. ચાર દિવસ અગાઉ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકનો જન્મ થયો હતો. બાળકને હાલ નડિયાદ સિવિલ હોસ્પિટલ મેડિકલ ચેકઅપ માટે રખાયું છે. બાળક શારીરિક રીતે તંદુરસ્ત પણ મેડિકલ ચેકઅપમાં કમળાની અસર હોવાનું આવ્યુ બહાર આવ્યું છે.


તમને જણાવી દઈએ કે, નડિયાદના માઇ મંદિર નજીક મળી નવજાત શિશુ આવ્યું હતું. 2-3 દિવસનુ નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. નવજાત શિશુ મળી આવતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. માઇ મંદિર નજીક જલ દર્શન ફ્લેટ પાસે કોઈ અજાણી મહિલા નવજાત શિશુને તરછોડી ચાલી ગઈ હતી. જે બાદ નડિયાદ પશ્ચિમ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી હતી.  નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.