ગાંધી આશ્રમમાં કેજરીવાલે ચરખો કાંત્યો, કહ્યુ- અહી આવીને ખૂબ સારુ લાગ્યુ
પંજાબ બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે
ગાંધી આશ્રમની મુલાકાત બાદ વિઝિટર બુકમાં કેજરીવાલે લખ્યું કે આ આશ્રમ એક આધ્યાત્મિક સ્થાન છે. એવી પ્રતિતિ થાય છે કે અહી ગાંધીજીના આત્માનો વાસ છે. અહી આવી આધ્યાત્મિકતાની અનૂભૂતિ થાય છે. ગાંધીજી જે દેશમાં જન્મ્યા એવા દેશમાં મારો જન્મ થવાથી હું ધન્યતા અનુભવું છું
કેજરીવાલે કહ્યું કે મુખ્યમંત્રી બન્યા બાદ ગાંધી આશ્રમમાં પહેલીવાર આવ્યો છું. એક્ટિવિસ્ટ હતો ત્યારે આવ્યો હતો. ભગવંત માને કહ્યું હું જે ધરતી પરથી આવું છું એ શહીદોની ધરતી છે. પંજાબના દરેક ઘરમાં ચરખો છે. ત્યાંની મહિલાઓ પારંપરિક ગીતો ગાય છે અને ચરખાથી સૂતર પણ કાંતે છે.
દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે પંજાબમાં આજે દરેક ઘરમાં ચરખો છે. મુખ્યમંત્રી બાદ ગુજરાતમાં હું પ્રથમવાર આવ્યો છું.
ગાંધી આશ્રમમાં અરવિંદ કેજરીવાલે ચરખો કાંત્યો હતો. ગાંધી આશ્રમની મુલાકાત બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર ગાંધી આશ્રમ આવ્યો છું. ગાંધી આશ્રમની મુલાકાત લઇને ખૂબ જ સારુ લાગ્યું.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સાંજે 4 વાગ્યે નિકોલ ખોડિયાર મંદિરથી ઠક્કરબાપાનગરબ્રિજ સુધી રોડ શો યોજવાના છે
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. તેમણે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તે ઉપરાંત તેમણે હૃદયકુંજની પણ મુલાકાત લીધી હતી. આજે સાંજે 4 વાગ્યે નિકોલ ખોડિયાર મંદિરથી ઠક્કરબાપાનગરબ્રિજ સુધી રોડ શો યોજવાના છે.
બ્રેકગ્રાઉન્ડ
પંજાબ બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજથી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસ પર રહેશે. આ સમયે તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હશે. કેજરીવાલ ગાંધી આશ્રમ જશે. ત્યારબાદ સાંજે ચાર વાગ્યે નિકોલના ખોડિયાર મંદિરથી સરદાર મોલ સુધી દોઢ કિલોમીટરનો રોડ શૉ યોજશે. અરવિંદ કેજરીવાલના રોડ શોનુ નામ તિરંગા યાત્રા આપવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -