અમદાવાદ અને ગાંધીનગરની ACBની ટીમે પાટણમાં કરેલી સંયુક્ત ટ્રેપમાં સવા બે કરોડની રકમ મળી આવી છે. વર્ગ-2ના મુખ્ય અધિકારી નિપૂણ ચોક્સી મુખ્ય આરોપી છે. સર્વ શિક્ષા અભિયાન હેઠળ પાટણના સમીમાં બોયઝ હૉસ્ટેલ માટે લાંચ માગી હતી. ફરિયાદી અને તેના કૉન્ટ્રાક્ટર ભાઈ પાસેથી સવા ટકાની લાંચ માગી હતી. 


આર એન્ડ બી વિભાગ ના કલાસ 2 અધિકારી નિપુણ ચંદ્રવદન ચોકસી લાંચ કેસ માં ગુજરાત એસીબીએ અત્યાર સુધી ની સૌથી મોટી કાર્યવાહી કરી છે. એસીબીના છટકા બાદ એસીબીએ આરોપી નિપુણ ચંદ્રવદન ચોકસીના ઘર પર સર્ચ શરુ કર્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં જે સામે આવ્યું તે જોઇને એસીબીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. એસીબી દ્વારા ચંદ્રવદન ચોક્સીના ગાંધીનગર કો-ઓપરેટિવ બેંકના લોકર અને બેંક એકાઉન્ટમાં તપાસ કરી હતી. લોકરમાંથી 74 લાખ મળી આવ્યા, અન્ય બેન્ક લોકરમાંથી 1.52 લાખ રોકડ મળી આવી છે. 




આ સહિત અન્ય એક કેનેરા બેન્કનું લોકર ઓપરેટ કરવામાં આવ્યું હતું. જેમાં 300 ગ્રામ સોનુ મળી આવ્યું હતું. જેની કિંમત 10 લાખ થવા પામી છે. આમ એસીબી દ્વારા અઢીકરોડથી પણ વધુ રકમ કબ્જે કરીને કાર્યવાહી શરુ રાખી છે. એસીબીના દાવા મુજબ સર્ચ દરમિયાન આટલી મોટી રોકડ રકમ મળી આવીએ કદાચ ગુજરાતનો પ્રથમ કેસ છે. આર એન્ડ બી વિભાગ ના કલાસ 2 અધિકારી નિપુણ ચંદ્રવદન ચોકસી લાંચ કેસમાં ગુજરાત એસીબીએ અત્યાર સુધી ની સૌથી મોટી કાર્યવાહી કરી છે. એસીબીના છટકા બાદ એસીબીએ આરોપી નિપુણ ચંદ્રવદન ચોકસીના ઘર પર સર્ચ શરુ કર્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં જે સામે આવ્યું તે જોઇને એસીબીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.


ગુજરાત એસીબીએ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટમાં કલાસ 2 ઓફિસર નિપુણ ચંદ્રવદન ચોકસીઅને 2 આરોપી કરાર આધારિત નોકરી કરે છે જેમને ગાંધીનગર અને પાટણ ખાતેથી 4 લાખની લાંચ અને 40 હાજરની લાંચ લેતા બે દિવસ પહેલા ઝડપી પડયા હતા. આરોપીઓએ સર્વે શિક્ષા અભિયાન સ્ટેટ પ્રોજેક્ટમાં હોસ્ટેલ બાંધકામના પ્રોજેકટમાં કુલ બિલ પાસ કરવા બદલામાં કુલ રકમના સવા ટકાની લાંચ માંગી હતી.