અમદાવાદઃ જીએસટી અધિકારી એસીબીની ટ્રેપ દરમિયાન પોતાની કાર સાથે ફરાર થયો છે. એસીબીની ટીમ અધિકારીને પકડવા જતા અધિકારી ભાગ્યો હતો. જીએસટી અધિકારી સામે લાંચ લેવાનો ચાંદખેડાના વેપારીએ આરોપ લગાવ્યો હતો. વેપારીની રજૂઆતના પગલે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી.
ટ્રેપની ગંધ આવી જતા જીએસટી અધિકારીએ ગાડી મારી મૂકી હતી. કારને રોકવા જતા વેપારી અને એસીબીનો કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત વેપારીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. ચાંદખેડા પોલીસે જીએસટી અધિકારી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
GST વર્ગ 3નો અધિકારી પરેશ પ્રિયદર્શી 3000ની લાંચ લેવા ગયો હતો. ફરિયાદી પ્રિતેશ પટેલ સિકયુરીટી કોન્ટ્રાકટ ચલાવતા હતા. GSTના કિલયરન્સ માટે લાંચ માંગી હતી. બુધવારે સાંજે 4 વાગ્યે પ્રીતેશભાઈએ પરેશભાઈને પૈસા લેવા માટે ચાંદખેડા વિસત ચાર રસ્તા ખાતે બોલાવ્યા હતાસમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
અમદાવાદઃ સોલા સિવિલમાંથી 1 દિવસીય બાળકીનું અપહરણ, પોલીસે શરૂ કર્યો તપાસના ધમધમાટ
અમદાવાદઃ સોલા સિવિલ હોસ્પિટલમાં 01 દિવસીય બાળકીનું અપહરણ થતાં ખળભળાટ મચી ગયો છે. સોલા પોલીસે બાળકીના અપહરણ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સોલા પોલીસ સ્ટેશનના 70 જેટલા પોલીસ કર્મીઓનો સ્ટાફ બાળકીને શોધવામાં કામે લાગ્યો છે. મોબાઈલ ટાવર અને ડમ્પ ડેટાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. બાળક તસ્કરી કરનારી ટોળકીઓની દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
વોર્ડની અંદર રહેલી અન્ય મહિલાઓ અને સ્ટાફની પણ પૂછપરછ હાથ ધરાઈ છે. સોલા સિવિલના RMO પ્રદીપ પટેલે ભુલ સ્વીકારી છે. તેમણે કહ્યું હતું કે, અમારી પણ બેદરકારી અને ક્યાંક ચૂક રહી ગઈ છે. અમે સિક્યુરિટીને પણ નોટિસ આપી ખુલાસો માંગીશુ. આવી ઘટના ન બનવી જોઈએ અત્યારે CCTV તપાસ ચાલુ છે. સોલા સિવિલમાં 55 થી 60 ગાર્ડની જરૂર છે, તેની સામે 24 કલાકમાં 40 જ ગાર્ડ છે.
સોલા સિવિલ હોસ્પિટલમાંથી સરસ્વતી પાસી નામની માતાની એક દિવસની બાળકીનું અપહરણ થયું છે. સોલા સિવિલના ત્રીજા માળે આવેલ pnc વોર્ડમાંથી બાળકીનું અપહરણ થયું છે. સોલા પોલીસે અજાણ્યા શસ્ખો સામે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.