અમદાવાદઃ સોલા સિવિલ હોસ્પિટલમાં 01 દિવસીય બાળકીનું અપહરણ થતાં ખળભળાટ મચી ગયો છે. સોલા પોલીસે બાળકીના અપહરણ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સોલા પોલીસ સ્ટેશનના 70 જેટલા પોલીસ કર્મીઓનો સ્ટાફ બાળકીને શોધવામાં કામે લાગ્યો  છે. મોબાઈલ ટાવર અને ડમ્પ ડેટાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. બાળક તસ્કરી કરનારી ટોળકીઓની દિશામાં પણ તપાસ ચાલી રહી છે.


વોર્ડની અંદર રહેલી અન્ય મહિલાઓ અને સ્ટાફની પણ પૂછપરછ હાથ ધરાઈ છે. સોલા સિવિલના RMO પ્રદીપ પટેલે ભુલ સ્વીકારી છે. તેમણે કહ્યું હતું કે, અમારી પણ બેદરકારી અને ક્યાંક ચૂક રહી ગઈ છે. અમે સિક્યુરિટીને પણ નોટિસ આપી ખુલાસો માંગીશુ. આવી ઘટના ન બનવી જોઈએ અત્યારે CCTV તપાસ ચાલુ છે. સોલા સિવિલમાં 55 થી 60 ગાર્ડની જરૂર છે, તેની સામે 24 કલાકમાં 40 જ ગાર્ડ છે.


સોલા સિવિલ હોસ્પિટલમાંથી સરસ્વતી પાસી નામની માતાની એક દિવસની બાળકીનું અપહરણ થયું છે.  સોલા સિવિલના ત્રીજા માળે આવેલ pnc વોર્ડમાંથી બાળકીનું અપહરણ થયું છે. સોલા પોલીસે અજાણ્યા શસ્ખો સામે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. 


Ahmedabad : લોકોની નજર સામે જ સોલા સિવિલના ચોથા માળેથી યુવકે લગાવી દીધી છલાંગ, સામે આવ્યો લાઇવ વીડિયો


અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં ચોથા માળેથી કૂદીને એક યુવક દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરાતા ખળભળાટ મચી ગયો છે. યુવક હોસ્પિટલની બિલ્ડિંગના ચોથા માળની સિલિંગ પર ચડી જતાં લોકો દોડી આવ્યા હતા અને યુવકને પાછો આવી જવા જણાવ્યું હતું. યુવકની આ હરકતને પગલે હોબાળો મચી ગયો હતો. જોકે, બધાની સમજાવટ છતાં યુવકે ચોથા માળેથી નીચે ઝંપલાવી દીધું હતું. 


આ યુવકની આત્મહત્યાના પ્રયાસનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. જેમાં આ સમગ્ર ઘટના સ્પષ્ટ જોઇ શકાય છે. યુવક ચોથા માળેથી નીચે કૂદી જતાં તે પહેલા માળે બનાવેલા પતરાના સેડ પર પટકાયો હતો. ઉંચાઈ પરથી કૂદી જતાં યુવકના માથાના ભાગે ઇજા પહોંચી છે.  પ્રશાસન દ્વારા ફાયરવિભાગને જાણ કરવામાં આવી હતી. અત્યારે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. જોકે, આ યુવક કોણ છે અને તેણે આત્મહત્યાનો પ્રયાસ કેમ કર્યો તે જાણી શકાયું નથી.