ગાંધીનગર: રાજ્યમાં અપ્રમાસર મિલ્કતો ધરાવતા સરકારી બાબુઓ સામે સરકારે લાલ આંખ કરી છે. રાજ્યમાં એન્ટીકરપ્શન બ્યુરોએ સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં 51 જેટલા સરકારી કર્મચારીઓ વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વિવિધ વિભાગના કર્મચારીઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકત બાબતે તપાસ શરુ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, રાજ્યના બહુ ચર્ચીત વ્યાપક ડમીકાંડમાં સંડોવાયેલા અધિકારી સામે પણ ACBએ સકંજો કસ્યો છે. ભાવનગરમાથી બહાર આવેલા વ્યાપક ડમીકાંડમાં સંડોવાયેલા સરકારી અધિકારીઓ સામે તપાસ શરુ કરવામાં આવશે. નોંધનીય છે કે, વ્યાપક ડમીકાંડમાં સંડોવાયેલા જુદા જુદા વિભાગના કુલ 16 અધિકારી- કર્મચારી સામે તપાસ કરવામાં આવશે. અપ્રમાણસરની મિલકત અંગે તપાસ કરવાના સરકારના આદેશથી સરકારી આલમમાં ફફળાટ ફેલાયો છે.
ગુજરાતમાં ક્લાસ વનના ચાર અધિકારી સહિત કુલ 51 અધિકારી -કર્મચારીઓ સામે ACB તપાસ કરશે. વર્ગ એકના ચાર,વર્ગ બેના 12 અને વર્ગ ત્રણના 19 અધિકારી- કર્મચારી સામે તપાસ શરૂ કરવામાં આવશે. ગ્રામ ગૃહ વિભાગ,ઊર્જા અને પેટ્રોકેમેટિકલ,ગૃહ વિભાગ,મહેસૂલ,પંચાયત,કૃષિ સહિત અન્ય વિભાગના કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
પાંજરાપોળની કરોડોની જમીનના કૌભાંડને લઈને પહેલીવાર બોલ્યા વિજય રૂપાણી
પાંજરાપોળની જમીન કૌભાંડ મુદ્દે આજે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વિજય પૂર્વ સીએમ રુપાણી પર આક્ષેપો કર્યા હતા. જેનો જવાબ પૂર્વ સીએમએ આપ્યો છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નિવેદનએ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. આ આક્ષેપનું ખંડન કરું છું. સોઈ જાટકીને વિરોધ કરી છું. હાલમાં કોંગ્રેસ પાસે કોઈ જ મુદાઓ નથી. કમળો હોય તેને પીળું દેખાઈ,અગાઉ એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યા છે. મીડિયાના આધારે જ અમિતભાઈ પ્રેસ કરવા બેઠા હતા. મારી સરકાર પાંચ વર્ષ થઈ ગયા છે ત્યારે કંઈ અમિતભાઈને યાદ ન આવ્યું. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા રાજકીય રોટલા શેકી રહ્યા છે.
6 ઓક્ટોબર 2020 ના રોજ મેં પોતે ઇન્કવાયરી નિમિ હતી. મેં પોતે આદેશ આપ્યા હતા કે લાંગા સામે ફરિયાદો આવે છે. જેથી કાર્યવાહી થવી જોઈએ. મે જ ઇન્ક્વાયરી કરી હોય તો હું થોડો એની સાથે હોઉં. પ્રથમ તો પાંજરાપોળની માલિકીની જમીનનો વિવાદ નથી. પાંજરાપોળની કોઈ જમીનમાં સરકારને લાગતું વળગતું નથી. અમિતભાઈ જીવ દયાના નામે લોકોને ઉશ્કેરવા માંગે છે. અમારી સરકારે આઈએએસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. મને એવું લાગે છે કે કોંગ્રેસના નેતા અધિકારીઓને બચાવવા નીકળ્યા છે. ભાજપની સરકાર કોઈ ભ્રષ્ટાચારીને છોડવા માગતી નથી.
પાંજરાપોળની જમીનના કથિત કૌભાંડ મામલે પૂર્વ સીએમ વિજય રુપાણીએ પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, પાંજરાપોળની જમીન અંગે મારી વિરુદ્ધના સમાચાર તદ્દન પાયાવિહોણા અને સત્યથી વેગળા છે. તમને જણાવી દઈએ કે, તારીખ ૨૧ મે ૨૦૨૩ના રોજ દિવ્ય ભાસ્કર અખબારમાં પાંજરાપોળની જમીન અંગે પ્રસિદ્ધ થયેલા અહેવાલને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સખત શબ્દોમાં રદિયો આપતા જણાવ્યું છે કે, પાંજરાપોળની જમીન અંગે મારા વિષે છપાયેલા સમાચાર તદ્દન પાયાવિહોણા અને સત્ય થી વેગળા છે.