વડોદરા:  નેશનલ હાઇવે 48 પરના વરણામાં પાસે અકસ્માત સર્જાયો છે.  ફોર વ્હીલ ગાડી અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અમદાવાદના ગોંડલીયા પરિવારને વરણામાં પાસે અકસ્માત નડ્યો છે. ગોંડલીયા પરિવાર અમદાવાદથી ફોર વ્હીલ ગાડીમાં મુંબઈ જતો હતો. ફોર વ્હીલ ગાડીમાં 5 વ્યક્તિઓ સવાર હતા.આ  અકસ્માતમાં ત્રણના મોત થયા છે જ્યારે  બે ને ગંભીર ઇજાઓ પહોંચી છે.  અકસ્માતના પગલે વરણામાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે  ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. વરણામાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


મૃતક ના નામ 


( ૧ ) મહેશભાઈ નાનજીભાઈ ઉંમર વર્ષ 44 
(૨) નિયતી ગોંડલીયા ઉંમર વર્ષ 12 
( ૩ ) સંગીતાબેન મિતેષભાઈ


ટ્રેલર ચાલકે ફોરવ્હીલ ગાડીને પાછળથી ટક્કર મારી


આ અંગે સામે આવેલી વિગતો અનુસાર નીતેષભાઇ સવજીભાઇ ગોંડલીયા જેઓ મુંબઇમાં રહે છે અને મૂળ અમરેલીના રહેવાસી છે.  તારીખ-૧૫/૦૧/૨૦૨૩ ના રોજ  પત્ની સંગીતાબેન તથા  છોકરી નીયતીબેન તથા દીકરા પુર્વ તથા સાળા મહેશભાઇએ રીતેનાં પાંચેય લોકો અમદાવાદથી મુંબઇ જતા હતા. તે વખતે સાંજનાં છ વાગ્યા આસપાસ નેશનલ હાઈવે નંબર-૪૮ ઉપર વરણામા ગામની બાજુમાં ગુરૂ નાનક હોટલથી થોડે આગળ ફોરવ્હીલ ગાડીને એક ટાટા કંપનીના ટ્રેલર ચાલકે પોતાની ગાડી પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી ફોરવ્હીલ ગાડીને પાછળથી ટક્કર મારી એક્સિડન્ટ કરતા અકસ્માત સર્જાયો હતો.


કાર આગળ ચાલતા ટ્રેલરના પાછળનાં ભાગમાં ઘુસી ગઈ


આ ટક્કર એટલી ગંભીર હતી કે કાર આગળ ચાલતા ટ્રેલરના પાછળનાં ભાગમાં ઘુસી ગઈ હતી. જેથી ડ્રાઇવર સીટની બાજુમાં બેસેલ મહેશભાઇ નાનજીભાઇ બાંભરોલીયા ઉ.વ. ૪૪ તથા નીતેશભાઈની દીકરી નીયતી ગોંડલીયા ઉ.વ. ૧૨ નાઓને શરીરે ગંભીર ઇજા પહોચી હતી. આ બન્નેના સ્થળ ઉપર મોત નીપજ્યા હતા. આ ઉપરાંત નિતેશભાઈના પત્ની સંગીતાબેનને માથાનાં ભાગે તેમજ ચહેરાનાં ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. અકસ્માત બાદ હાઈવે પર ચક્કાજામની સ્થિતિ જોવા મળી હતી. ટ્રાફિકજામ થતા અનેક વાહન ચાલકો અટવાયા હતા.