અમદાવાદ: ગુજરાતમાં હવે વિરોધપ્રદર્શન કરવું વધારે મુશ્કેલ બનશે. આ ઉપરાંત ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરનાર સામે હવે કોર્ટ કેસ થઈ શકે છે. ગુજરાતમાં વિરોધ કરનારને જેલ પણ થઈ શકે છે. વર્ષ 2021માં પસાર થયેલા ફોજદારી કાર્યરીતિ (ગુજરાત સુધારા) વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. ગુજરાતમાં વિરોધ નોંધાવવો અન્ય રાજ્યની સરખામણીએ વધુ મુશ્કેલ બનશે.
ગુજરાતમાં હવેથી કલમ 144ના ભંગ બદલ કોર્ટ કાર્યવાહી પણ થઈ શકે છે. આઇપીસી સેક્શન 188 અંતર્ગત ફોજદારી કાર્યવાહી થશે. કલમ 144નો ઉલ્લંઘન કરનારા પર સખ્ત થવા સરકારે આ અપરાધને સંગીન અપરાધની શ્રેણીમાં રાખ્યો છે. પહેલા 144 કલમનું ઉલ્લંઘન કરનારાઓ સામે સંગીન ગુનો નોંધાતો નહોતો. પહેલા કલમ 144ના ભંગ બદલ વગર જામીને છુટકારો થતો હતો. હવે ફેરફાર બાદ કલમ 144ના ઉલ્લંઘન કરનારાઓ સામે કલમ 188 અંતર્ગત ફોજદારી કાર્યવાહી થશે. સુધારા બાદ હવે કોઈપણ વ્યક્તિ કે પોલીસ કોન્સ્ટેબલ ફરિયાદી બની શકશે. જાહેરનામાનો ભંગ કરીને કોઈ પ્રદર્શન થાય તો અત્યાર સુધી કાયદાની જોગવાઈ અનુસાર, માત્ર કમિશનર ફરિયાદી બને તો જ ફરિયાદ દાખલ થઈ શકતી હતી. સુધારા બાદ સામાન્ય વ્યક્તિ કે પોલીસ કૉન્સ્ટેબલ પણ ફરિયાદ નોંધાવી શકે છે, ધરપકડ કરી શકે છે અને કોર્ટ તે ગુનાની નોંધ લેશે.
આજથી પ્લાસ્ટિક અને કાગળના કપમાં ચા પીવા નહીં મળે
અમદાવાદમાં આજથી પ્લાસ્ટિક અને કાગળના કપમાં ચા પીવા નહીં મળે. અમદાવાદમાં આજથી પ્લાસ્ટિક અને કાગળના ચા ના કપ પર રોક લાગશે. દસ દિવસ સુધી નોટિસ આપ્યા બાદ AMC દ્વારા ચેકીંગ કરાશે. એક દિવસના 20 લાખથી વધુ પ્લાસ્ટિક અને કાગળના કપ કચરામાં આવતા હોવાથી નિર્ણય કરાયો છે.
એકમ સીલ કરવા સુધીની AMC ની તૈયારી
પ્રતિબંધિત પ્લાસ્ટિકના કપ, કાગળના કપ અને અનેક વખત કેચપીટમાં કપ ફસાતા હોવાના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 10 દિવસ બાદ પાનના ગલ્લાઓ ઉપર ચેકીંગ હાથ ધરાશે. મસાલા માટે અપાતા પ્લાસ્ટિક અને કાગળના ઉપયોગ સામે પણ કાર્યવાહી કરાશે. આજથી ચા ના કપમાં ચા અને કોફી આપતા વેપારીઓના એકમ સીલ કરવા સુધીની AMC ની તૈયારીઓ છે. માટી અથવા કાચના કપમાં ચા મળશે. આજે સાંજે 4 વાગ્યા બાદ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે.
પૂર્વ પ્રેમિકાએ નવા પ્રેમી સાથે મળી જૂના પ્રેમીને ઉતાર્યો મોતને ઘાટ
રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અનૈતિક સંબંધ રાખવા મુદ્દે પૂર્વ પ્રેમી અને પ્રેમિકામાં માથાકૂટ થઈ હતી. જે બાદ પૂર્વ પ્રેમિકાએ નવા પ્રેમી સાથે મળી જૂના પ્રેમિને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. મૃતક યુકને દોઢ વર્ષ પહેલા પ્રેમસંબંધ બંધાયો હતો. જેને થોડા સમય પહેલાં તોડી નાંખ્યો હતો. બાદમાં પૂર્વ પ્રેમિકાએ અન્ય યુવક સાથે મૈત્રી કરાર કર્યો હતો.
શું છે મામલો
રાજકોટના કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસે સોમનાથ સોસાયટીમાં ઉત્તરાયણની સાંજે પ્રેમ સંબંધના કિસ્સામાં કોઠારીયા રોડ હુડકો ક્વાર્ટરના હિરેન જાદવ પર તેની પૂર્વ પ્રેમિકા જ્યોત્સના અને પ્રેમિકાના હાલના પ્રેમી પરસોતમે છરીથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ યુવાનનું રવિવારે સવારે મોત નીપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. હુમલો કરનાર અને તેના બે મિત્રો વિરૂદ્ધ પણ આજીડેમ પોલીસે જ્યોત્સનાની ફરિયાદ પરથી હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો. જ્યોત્સનાએ ફરિયાદમાં એવું જણાવ્યું હતું કે, પોતે હવે સંબંધ રાખવા ઇચ્છતી ન હોવા છતાં અગાઉનો હિરેન ધરાર અનૈતિક સંબંધ રાખવા કહેતો હોઇ માથાકૂટ થઇ હતી. એ કારણે તેણે મારા હાલ હું જેની સાથે કરારથી રહું છું તે પરસોતમ પર હુમલો કર્યો હતો.
હિરેન જાદવ સ્કૂલવેન ચલાવતો હતો. તેને દોઢેક વર્ષ પહેલા જ્યોત્સના સાથે પ્રેમ સંબંધ હતો. હિરેને થોડા સમય પહેલા પ્રેમસંબંધ તોડી નાંખ્યો હતો. જે બાદ જ્યોત્સના પરષોત્તમ સાથે મૈત્રીકરારમાં રહેતી હતી. હિરેનને આ પસંદ ન હોઇ માથાકૂટ ચાલતી હતી. ઉત્તરાયણના દિવસે બોલાચાલી થતાં પરષોત્તમે છરીનો ઘા હિરેનને પેટમાં મારી દીધો હતો. તેમજ બીજા ઘા પણ માર્યા હતાં. લોકો ભેગા થઇ ગયા હતાં અને હિરેનના ભાઇ કાનાને બોલાવતાં તે આવી ગયો હતો અને હિરેનને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.