અમદાવાદ: શહેરમાં એસિડ એટેકની ઘટના સામે આવી છે. લેઝર લાઇટ મારવા જેવી સામાન્ય બાબતમાં યુવક પર એસિડ અટેક કરવામાં આવ્યો છે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા યુવક પર એસિડ એટેક કરવામાં આવ્યો છે. ઘરમાં ઘૂસી સૂતેલા યુવકના મો પર એસિડ ફેંકવામાં આવ્યું હતું, આ મામાલે રખિયાલ પોલીસે 6 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એસિડ એટેકને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
રાજકોટમાં ચોકીદારે ઘર કામ કરતી તરુણી પર આચર્યું દુષ્કર્મ
રાજકોટના પામ સિટી એપાર્ટમેન્ટનાં ચોકીદારે ઘર કામ કરતી તરુણી ઉપર દુષ્કર્મ ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આરોપી ચોકીદાર હિતેશ બ્રહ્મભટ્ટ સામે તરૂણીની માતાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઘર કામ કરવા જતી તરુણીને લલચાવી ચોકીદારે એપાર્ટમેન્ટનાં રૂમમાં જ દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે. તરુણી તાબે નહી થાય તો તેના ભાઈને મારી નાખવાની ધમકી આપ્યાની પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કોડીનારમાં છરીની અણીએ મહિલા પર બળાત્કાર
કોડીનારના સેઢાયા ગામની યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. યુવતીને છરી બતાવી વિઠળપુર ગામે નદી કાંઠા વિસ્તારમાં લઇ જઇ બળાત્કાર ગુજાવામાં આવ્યો હતો. જે બાદ આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોડીનાર પોલીસ સ્ટેશનમાં 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે, દુષ્કર્મની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાક મચી જવા પામી છે.
મુંદ્રામાં મંદિરે દર્શન કરી પરત ફરતી ૬૫ વર્ષિય મહિલાનું અપહરણ
મુંદ્રાના ગુંદાલા ગામે ભેદી સંજોગોમાં મૃત મળેલી ૬૫ વર્ષિય વૃધ્ધ મહિલાનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યા બાદ બાવળના ઝાડમાં ફેંકી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જે અંતરગત પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. જે બાદ પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં દુષ્કર્મ અને હત્યાનો ઘટસ્ફોટ થતાં પંથકમાં આક્રોશ અને અરેરાટી મચી ગઈ છે. બુધવારે સવારે રતાડિયાની ૬૫ વર્ષિય વૃધ્ધ મહિલા ગુંદાલા ગામે રામાપીર મંદિરે દર્શન કરવા આવી હતી. મંદિરે દર્શન કરીને બપોરે સાડા બારના અરસામાં વૃધ્ધ મહિલા પરત રતાડિયા જવા નીકળી ત્યારે રસ્તામાં અજાણ્યા બાઈક ચાલકે વૃધ્ધાને લિફ્ટ આપી અપહરણ કર્યું હતું.