અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ મોટાભાગના જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં કોરોનાને કારણે સૌથી ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. સામાન્ય લોકોની સાથે સાથે ડોક્ટર્સ અને પોલીસ કર્મચારીઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. આ જ ક્રમમાં હવે અમદાવાદમાં એક મહિલા આઈપીએસ અધિકારીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.


મળતી માહિતી મુજબ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસીપી મીની જોસેફનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેને કોરોના પોઝિટવ આવતા જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં અધિકારીઓને પણ ચેપ લાગવાનો આ પ્રથમ કિસ્સો છે.

કહેવાય છે કે, મહિલા આઈપીએસ અધિકારી ખાડિયા પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારીઓના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મહિલા ક્રાઈમ બ્રાન્ચના એસીપી મીની જોસેફને હાલમાં ઈ ડિવિઝનનો ચાર્જ સોંવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવ્યા હોવાને કારણે ચેપ લાગ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.