Adani Vidyamandir: અદાણી વિદ્યામંદિર-અમદાવાદની પ્રતિષ્ઠામાં વધુ ઉમેરો થયો છે. વિદ્યામંદિરને પ્રતિષ્ઠિત યુનેસ્કો મોડલ એસ્પનેટ સ્કૂલ પ્રમાણપત્ર એનાયત કરી નવાજવામાં આવ્યું છે. આ પ્રમાણપત્ર મેળવનારી તે ગુજરાતની સૌપ્રથમ શાળા બની ગઈ છે. યુનેસ્કોના નેશનલ હેડ ડેસ્ક પરવેઝ મલિકે અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલિન અદાણીને આ પ્રતિષ્ઠિત પ્રમાણપત્ર એનાયત કર્યુ હતું. અગાઉ AVMA ને CBSE તરફથી 'હોલિસ્ટિક એજ્યુકેશન' માટે દેશભરમાં પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો.
અદાણી વિદ્યામંદિર (AVMA) ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા હેઠળ NABET દ્વારા માન્યતા પ્રાપ્ત અમદાવાદ શહેરની પ્રથમ ખાનગી શાળા છે. યુનેસ્કો મોડલ એસ્પનેટ સ્કૂલ પ્રમાણપત્ર વિદ્યામંદિરની શિક્ષણમાં શ્રેષ્ઠતા અને શિક્ષણ પદ્ધતિમાં નવીનતા માટે શાળાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
અદાણી વિદ્યામંદિર અમદાવાદ વિદ્યાર્થીઓને ઉચ્ચ-ગુણવત્તાનું શિક્ષણ પ્રદાન કરવામાં અગ્રેસર છે, તે સમગ્ર પ્રદેશમાં શૈક્ષણિક સંસ્થાઓ માટે બેન્ચમાર્ક સમાન છે. ASPnetનો ઉદ્દેશ્ય યુનેસ્કોના શાંતિના આદર્શને પ્રોત્સાહન અને શિક્ષણની ગુણવત્તા સુધારવામાં યોગદાન આપવાનો છે. આ પ્રોગ્રામમાં 180 થી વધુ દેશોમાં 9000 હજાર શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થાય છે.
AVMA ટકાઉપણાના વિશ્વવ્યાપી પ્રયાસને આગળ ધપાવવા સક્રિયપણે વૈશ્વિક ભાગીદારીમાં સહયોગ કરે છે. શૈક્ષણિક અભિગમોમાં નવીનતા લાવી વિદ્યાર્થીઓને પૃથ્વી અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીઓની ઊંડી સમજ આપે છે. વિદ્યામંદિરની પર્યાવરણ જાગૃતિ પ્રત્યેના અભિગમ માટે 7મી NYC ગ્રીન સ્કૂલ કોન્ફરન્સમાં પ્રતિષ્ઠિત ગ્રીન સ્કૂલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.