Rogchalo News: રાજ્યમાં આકરા ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે, રાજ્યમાં ઠેર ઠેર હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે, ત્યારે આ બધાની વચ્ચે હવે અમદાવાદમાં રોગચાળાની શરૂઆત થઇ છે. તાજા આંકડા પ્રમાણે, અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે, ચાલુ એક મહિનામાં જ કમળાના 115 કેસો નોંધાયા છે, આ ઉપરાંત સ્વાઇન ફ્લૂ અને વાયરલ ફિવરથી શહેરની મોટાભાગની હૉસ્પીટલો ઉભરાઇ રહી છે. 


આકારા તાપની વચ્ચે હવે શહેરી વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો સતત વકરી રહ્યો છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણીજન્યા રોગચાળાએ લોકોને ભરડવામાં લેવાનું શરૂ કર્યુ છે. તાજા માહિતી પ્રમાણે, પાણીજન્ય રોગચાળાના ભરડામાં અમદાવાદ આવ્યુ છે, ચાલુ મહિનામાં ઝાડા-ઉલ્ટીના 45થી વધુ કેસો નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ ઉપરાંત ચાલુ મહિનામાં કમળાના 115 કેસો નોંધાયા છે. આ મહિનાની વાત કરીએ તો ઝાડા ઉલ્ટી અને કમળા ઉપરાંત સ્વાઇન ફ્લૂના 108 કેસો પણ સામે આવ્યા છે. શહેરમાં પાણીજન્ય રોગચાળો ખાસ કરીને બહેરામપુરા, લાંભા, વટવા અને નારોલ વિસ્તારમાં વકર્યો છે, અહીં સ્વાઈન ફ્લૂના કેસો સૌથી વધુ નોંધાયા છે. આની સાથે સાથે શહેરમાં ટાઈફોઈડના 231 અને કૉલેરાના 13 કેસ પણ નોંધાયા છે. અમરાઈવાડી, વટવા, દાણીલીમડા કોલેરાના આ કેસો નોંધાયા છે. પાણીજન્ય રોગચાળો વધતાં જ તંત્ર એલર્ટ મૉડમાં આવ્યુ છે 3,422 સ્થળોએથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે.