અમદાવાદઃ અમદાવાદમા હાટકેશ્વર બ્રિજ બાદ વધુ એક બ્રિજ ભયજનક સ્થિતિમાં છે. મળતી જાણકારી અનુસાર, શહેરનો ઈદગાહ બ્રિજ પણ ભયજનક સ્થિતિમાં છે. પોલીસે જાહેરનામું બહાર પાડી 15 જૂન સુધી બ્રિજને બંધ રાખવાની જાહેરાત કરી છે.
ઇદગાહ બ્રિજની નીચેના રેલવેના પાટા પર કોક્રીટ પડવાનો ભય સેવાઇ રહ્યો છે. શહેર પોલીસે જાહેરનામું બહાર પાડી બ્રિજ બંધ કરવાની જાહેરાત કરી હતી. 15 જૂન સુધી બ્રિજ બંધ રાખવા શહેર પોલીસે જાહેરનામું બહાર પાડી દીધુ હતું.
Crime: શરમજનક ઘટના, પતિ પોતાની જ પત્નીને કરતો હતો દેહવ્યાપાર માટે દબાણ, ન્યૂડ તસવીરો વાયરલ કરી, ને પછી.........
Ahmedabad: અમદાવાદમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે, અહીં પત્નીએ જ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, આ ફરિયાદમાં પતિ પોતાના પત્નીને દેહવ્યાપાર કરવાનો માટે દબાણ કરતો હોવાની વાત સામે આવી છે.
અમદાવાદના નરોડા વિસ્તાર રહેતી એક મહિલાએ પોતાના પતિ અને અન્યો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, ફરિયાદ અનુસાર, મહિલાનો આરોપ છે કે, તેનો પતિ તેને દેહવ્યાપાર કરવા માટે દબાણ કરતો હતો, એટલુ જ નહીં પતિએ તેના સાગરિતો સાથે મળીને પત્નીના ફોટાને મૉર્ફ કરીને ન્યૂડ બનાવ્યા હતા, આ તમામ ફોટાને વાયરલ કરાયા બાદ પત્નીએ પોતાના પતિ અને અન્યો સામે ફરિયાદ નોંધાવી હતી.
નોકરીની લાલચ આપી યુવતીને ઇન્ટરવ્યુના બહાને બોલાવી બાદ આચર્યુ દુષ્કર્મ, પીડિતાએ કહી આપવિતી
સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના બની છે. અહીં યુવતીને નોકરીની લાલચે ઇન્ટરવ્ય માટે બોલાવીને તેમના પર દુષ્કર્મ આચર્યું હતું. સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના બની છે. અહીં નોકરી આપવાના લાલચે યુવતીને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવી હતી આ દરમિયાન યુવતીને કોલ્ડડ્રિન્કમાં નશાયુક્ત પદાર્થ મિકસ કરીને તેને પિવડાવીને તેને એરપોર્ટ નજીક લઇ ગયા હતા. જ્યા તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ બંને આરોપીએ હોટેલમાં પહેલીથી રૂમ પણ બુક કરાવ્યો હતો. પીડિતાએ અલથાણ પોલીસમાં બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
સુરતની હૉટલમાં વિધર્મીએ મહિલાની લાજ લેવાનો કર્યો પ્રયાસ, મહિલા દોડીને બાથરૂમમાં ઘૂસી ગઇ ને.......
સુરતમાં વધુ એક મહિલા છેડતીનો બનાવ સામે આવ્યો છે, વિધર્મી યુવાને મહિલાની લાજ લેવાનો પ્રયાસ કર્યો છે. મહિલાએ આ અંગે સુરતના ઉમર પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, પોલીસ કેસની તપાસ કરી રહી છે. માહિતી પ્રમાણે, સુરતમાં એક મહિલાનો છેડતીનો પ્રયાસ થયો છે, મુંબઇથી ઇવેન્ટ મેનેજમેન્ટની એક મહિલા સુરત આવી હતી, મહિલા હૉટલમાં હતી તે દરમિયાન ઇવેન્ટ મેનેજમેન્ટના મલિકે જ મહિલા સાથે શારીરિક અડપલા કર્યા અને લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો, વિધર્મી દ્વારા છેડતી થતાં જ મહિલા પોતાનો જીવ બચાવવા માટે હૉટલના બાથરૂમમાં ભરાઇ ગઇ હતી. બાદમાં મહિલાએ સમગ્ર ઘટના અંગે ઉમરા પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે