અમદાવાદ: અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજનીતિ ગરમાઈ છે. આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. નારણપુરા વોર્ડના ભાજપ કાર્યકર્તા ખાનપુર કાર્યાલય ખાતે પહોંચ્યા છે.


ભાજપમાં સક્રિય નહીં રહેલા ઉમેદવારને ટીકીટ અપાતા રજુઆત કરવા પહોંચ્યા છે. નારણપુરા વોર્ડમાં જૈન સમાજની બહુમતી હોવા છતાં સમાજના કોઈ લોકોને ટીકીટ નહીં મળતા મોટી સંખ્યામાં લોકો રજુઆત કરવા પહોંચ્યા છે. 15 જેટલા કાર્યકર આગેવાન પ્રભારીને રજૂઆત કરવા પહોંચ્યા છે.

અસંતોષ બાદ ભાજપે ડેમેજ કંટ્રોલની કવાયત શરુ કરી છે. આંતરિક વિખવાદને લઈને ખાનપુરના ભાજપના કાર્યાલય ખાતે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની બેઠક યોજાઈ હતી. આજે સવારે અચાનક યોજાયેલી બેઠકથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.