અમદાવાદઃ શહેરમાં 43 વર્ષીય મહિલાને પોતાનાથી 20 વર્ષ નાના યુવક સાથે પ્રેમસંબંધ બાંધવા ભારે પડી ગયા છે. મહિલાએ સંતાનો મોટા થઈ જતા અને દીકરાના લગ્ન થતાં પ્રેમીને સંબંધ તોડી નાંખવાનું કહેતા યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને બંનેના અંગતપળોના ફોટા વાયરલ કરી દીધા હતા. એટલું જ નહીં, પ્રેમિકાના સંતાનોને અંગતપળોના ફોટા વોટ્સએપ કરી દીધા હતા. જેને કારણે પરિવારમાં ખળભળાટ મચી ગયો હતો.

આંબાવાડી વિસ્તારમાં 43 વર્ષીય મહિલાના પ્રેમી યુવકે અંગતપળો માણેલા ફોટો મહિલાના સંતાનોને વ્હોટસએપ કર્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. પુત્રના લગ્ન થયા બાદ મહિલાએ પ્રેમી સાથે શરીર સબંધો રાખવાનો ઈનકાર કર્યો હતો. આ મુદ્દે ઉશ્કેરાયેલા આરોપીએ ફોટો વાઇરલ કરી દીધાં હતાં. સાયબર ક્રાઈમ બ્રાન્ચે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, આંબાવાડીમાં રહેતી 43 વર્ષીય મહિલા લગ્નજીવન દરમિયાન 3 સંતાનોની માતા બની હતી. જોકે, વર્ષો પહેલા પતિ તેને છોડીને જતો રહ્યો હતો. આ પછી તે પોતાના સંતાનો સાથે રહેતી હતી. મહિલા નોકરી કરતી મહિલાને દોઢ વર્ષ પહેલા વટવાના યુવક સાથે પરિચય થયો હતો અને યુવક સાથે પ્રેમસંબંધ હતા. આ પછી મહિલા તેની સાથે તે અંગતપળો પણ માણતી હતી. આ સમયે યુવકે બંનેના ફોટા પણ પાડ્યા હતા.

દરમિયાન મહિલાએ સંતાનો મોટા થઈ જતા અને દીકરાના લગ્ન થઈ જતાં સંબંધ તોડી નાંખવાનું કહેતા યુવક ઉશ્કેરાઇ ગયો હતો. તેમજ અંગતપલોના ફોટા મહિલાના પુત્રને મોકલી દીધા હતા. આ અંગે મહિલાએ સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.