અમદાવાદ : અમદાવાદ પોલીસે 44 લાખની સોનાની ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. ન્યૂ રાણીપમાં થયેલ 44 લાખની ચોરી મામલે પોલીસે ચોરી કરનાર સહિત 2 લોકોની ધરપકડ કરી લીધી છે. આરોપીઓ પાસેથી પોલીસે ચોરી માટે ઉપયોગમાં લેવાયેલું વાહન, સોનાના દાગીના અને રોકડ જપ્ત કરી છે.


આરોપીનું ઘર અને પાયલ જ્વેલર્સ નજીક હોવાથી ચોરી કરવા નક્કી કર્યું હતું. આરોપી આઈટી એન્જિનિયર હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે ચોરી કર્યા બાદ તે અજમેર ફરવા ગયો હતો. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ ન્યૂ રાણીપમાં ગત 5 જાન્યુઆરીના રોજ પાયલ જ્વેલર્સમાં 44 લાખ થી વધુની ચોરીનો બનાવ બન્યો હતો. તે મામલે અલગ અલગ એજન્સી તપાસ પણ કરી રહી હતી.

ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા પાયલ જ્વેલર્સની આરોપીઓએ રેકી કરી હતી. બાદમાં જ્વેલર્સનો પીછો કરી શો રૂમની ચાવી મેળવી ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે ચોરીનો આરોપી એન્જિનિયર છે. તેના પરિવારમાં મેડિકલની તકલીફ હોવાથી ચોરી કર્યાનું આરોપીએ કબૂલ્યું છે.