યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, દોઢ વર્ષ પહેલા કારગીલ પંપ પાસે PSI સાગર આચાર્ય સાથે ટ્રાફિક મેમો ને લઈ મુલાકાત થઈ હતી બાદમા એક વર્ષ પછી મહિલા એ પોતાના પતિને છુટાછેડા આપી PSI સાથે લગ્ન કર્યા હતા.
યુવતીએ તેના પહેલા પતિને છૂટાછેડા આપ્યા હતા બાદમાં PSI સાગર આચાર્ય સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 20 દિવસમાં પતિ સાથે ઝઘડા થવા લાગ્યા હતા. ત્યારબાદ, માથાકૂટ વધતાં પોલીસ સ્ટેશન સુધી વાત પહોંચી છે.
લગ્ન બાદ લાજ કાઢવા બાબતે અને કપડા પહેરવા જેવી અલગ-અલગ બાબતે સાસુ-સસરા તકરાર કરતા હતા. PSI પતિ દારૂ પીને ઘરે આવી યુવતી જોડે મારઝૂડ કરતો. નણંદને વાત કરતા તે ગણકારતી ન હતી. સાસરિયાએ યુવતીને ઘરમાંથી કાઢી મુકતા તે પતિએ ભાડે રાખેલ અમદાવાદના મકાને આવી ગઈ હતી. જ્યાં સાસુએ પતિ સાથે આવી માથાકૂટ કરી હતી અને પતિએ રિવોલ્વરથી મારવાની ધમકી આપી હતી. અમદાવાદના મકાનનો સામાન પણ લઈ જઇ સાસરિયાએ યુવતીને ઘર ખાલી કરવા અને છૂટાછેડા આપી દેવા દબાણ કર્યું હતું.. જે તમામ આક્ષેપો ને લઈ મહિલા પોલીસે તપાસ શરૂ કરી છે.