અમદાવાદઃ આજે ઉત્તરાયણ હોવાથી શહેરમાં અનેક ધાબા પરથી પટકાવાના અને ગળું કપાવાના કિસ્સા સામે આવ્યા છે. 108 એમ્બ્યુન્સને મળેલા કોલની વાત કરીએ તો બપોરના 12 કલાક સુધીમા 108ને ગળું કપાવવાના 60 ફોન આવ્યા છે, જ્યારે ધાબેથી પડવાના 69 ફોન આવ્યા હતા. તો શારીરિક ઇજાઓ સંદર્ભે 21 કોલ મળ્યા હતા. કુલ 118 લોકોને ગંભીર રીતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 112 લોકોને 108 માં સારવાર આપવામાં આવી.


આજ સવારથી જ સમગ્ર ગુજરાતમાં પતંગ રસિકો પોતાના ધાબા પર ચડીને પતંગની મોજ માણી રહ્યા છે. જોકે, કોરોના સંક્રમણ હોવાથી લોકો તકેદારી સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. કોરોના સંક્રમણને પગલે પોલીસ દ્વારા ધાબા પર ડીજે વગાડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે કોરોનાના નિયમ સાથે ઉત્તરાયણ ઉજવવાની સૂચના આપવામાં આવી છે. 


કોરોના સંક્રમણ સમયે ઉત્તરાયણ હોવાથી પોલીસ પણ એલર્ટ બની છે અને અમદાવાદમાં તો લોકો કોરોનાના નિયમોનું પાલન કરે છે કે નહીં તે જોવા માટે પોલીસે ડ્રોનનો સહારો લીધો છે. ઉત્તરાયણને પગલે ગુજરાતી સીંગરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. અરવિંદ વેગડાએ એની સ્ટાઇલમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. 


મકરસંક્રાંતિએ પક્ષીઓના ઘાયલ થવાની ઘટનાઓ. પક્ષીપ્રેમીઓ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે. કેટલાક સેવા ભાવી ટ્રસ્ટ દ્વારા પણ ઘાયલ પક્ષીઓનુ રેસ્કયુ કરી તેમને સારવાર કરવામાં આવશે. સર્વ ધર્મ સેવા ટ્રસ્ટ ખાતે 10 વાગ્યા સુધી નીચે દર્શાવેલ સંખ્યા મુજબ પક્ષીઓની સારવાર કરવામાં આવી.