અમદાવાદઃ આજ સવારથી જ સમગ્ર ગુજરાતમાં પતંગ રસિકો પોતાના ધાબા પર ચડીને પતંગની મોજ માણી રહ્યા છે. જોકે, કોરોના સંક્રમણ હોવાથી લોકો તકેદારી સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. આજે મુખ્યમંત્રી બન્યા પછી ભૂપેન્દ્ર પટેલની પહેલી ઉત્તરાયણ છે, ત્યારે તેમણે પોતાની પહેલી ઉત્તરાયણ પોતાના ભાઈના ઘરે ઉજવી હતી. 


નારણપુરા સ્થિત ભાઈના ઘરે સીએમ પહોંચ્યા. સીએમ પોતના ભાઈ કેતન પટેલના ઘરે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. પતંગ ચગાવી તેમણે ઉત્તરાયણ ઉજવી છે. રાજ્યની પ્રજાને મકર સંક્રાતિની આપી શુભેચ્છા. કોરોના સંક્રમણને પગલે પોલીસ દ્વારા ધાબા પર ડીજે વગાડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે કોરોનાના નિયમ સાથે ઉત્તરાયણ ઉજવવાની સૂચના આપવામાં આવી છે. 


સાંસદ રંજનબેન ભટ્ટનો ચગ્યો પતંગ. કહ્યું આજ રીતે 2022 વિધાનસભા ચૂંટણી માં ચડસે ભાજપનો પતંગ. પુત્ર, પૌત્રી સહિત પરિવાર સાથે મનાવી ઉત્તરાયણ. કોરોના ગાઈડલાઈન મુજબ માસ્ક સાથે ફક્ત પરિવાર સાથે મનાવ્યો તહેવાર. લોકોને કોવિડ ગાઈડલાઈન અનુસરવા કર્યો અનુરોધ.


રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પતગબાજોની પતંગબાજી. વહેલી સવારથી જ સારા પવન ના કારણે પતગ રસિયાઓ ખુશ. સરકારની ગાઈડ લાઈન સાથે પતગરસિકો કરી રહ્યા છે ઉત્તરાયણની ઉજવણી. ડીજે સાઉન્ડ પર સરકારના નિયંત્રણો. નિયંત્રણો વચ્ચે પતગ રસિકો કરી રહ્યા છે પતંગબાજી.


મકરસંક્રાંતિએ પક્ષીઓના ઘાયલ થવાની ઘટનાઓ. પક્ષીપ્રેમીઓ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે. કેટલાક સેવા ભાવી ટ્રસ્ટ દ્વારા પણ ઘાયલ પક્ષીઓનુ રેસ્કયુ કરી તેમને સારવાર કરવામાં આવશે. સર્વ ધર્મ સેવા ટ્રસ્ટ ખાતે 10 વાગ્યા સુધી નીચે દર્શાવેલ સંખ્યા મુજબ પક્ષીઓની સારવાર કરવામાં આવી.


8 કબૂતર


3 સમડી


5 થી વધારે કાગડા


4 આઈબીસ