અમદાવાદઃ શહેરમાં વાલીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. બિલ્ડિંગની છત પરથી નીચે પટકાતા 5 વર્ષીય બાળકીનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બિલ્ડિંગની છત પર રમતાં રમતાં બાળકી નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. માસૂમ દીકરીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. 




Navsari : સુરત જતી ઇકો કારને નડ્યો અકસ્માત, 3નાં મોત, 5 ઘાયલ


નવસારીઃ ચીખલીથી સુરત જઈ રહેલી ઇકો કારને અકસ્માત નડ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. ખડસુપા પાસેના ઓવર બ્રિજ ઉપર ગાડી બગડી હતી. ડ્રાઇવર ઉતરીને ચેક કરતા અકસ્માત થયો હતો  અજાણ્યા ટ્રક ચાલક પાછળથી ટક્કર મારી નાસી ગયો હતો. ગત મોડી રાત્રે ઘટના બની હતી. 


મૂળ મધ્યપ્રદેશના કામદારો ઇકો કારમાં ચીખલીથી સુરત જઈ રહ્યા હતા. ગંભીર અકસ્માતને પગલે બે મહિલાનું સારવાર દરમિયાન અને એક પુરુષનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. કારમાં સવાર બે બાળકો સહિત અન્ય આઠને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ગંભીર ઇજાગ્રસ્ત 5ને વધુ સારવાર માટે સુરત સિવિલ ખાતે ખસેડાયા છે. 


Ahmedabad : કલરકામ માટે આવેલા યુવકે યુવતીને બાથ ભરી લીધી, પરાણે કપડા ઉતારવા ગયો ને યુવતીએ.....


અમદાવાદઃ શહેરના ચાંદખેડા વિસ્તારમાં કલરકામ માટે આવેલા યુવકે યુવતીની એકલતાનો લાભ લઈ તેની સાથે બળાત્કારનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો છે. બહેનના ઘરે દેખરેખ માટે આવેલી યુવતીને કલરકામ કરતાં કારીગરે બાથ ભીડીને અશ્લીલ હરકત કરવા લાગ્યો હતો. એટલું જ નહીં, તેણે યુવતીના કપડા પણ ઉતારવાનો પ્રયાસ કરતાં યુવતીએ તેને કાન પર બટકું ભરી લીધું હતું અને હવસખોરની ચુંગાલમાંથી છૂટીને દેકારો મચાવી દીધો હતો. બીજી તરફ યુવતીએ દીકારો મચાવતાં યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. 


આ અંગેની વિગતો એવી છે કે, શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી યુવતી બહેનના ઘરે કલરકામ ચાલતું હોવાથી ત્યાં મદદ માટે ગઈ હતી. ઘરે નજર રાખવા આવેલી યુવતી સામે એક કારીગર ખરાબ નજરથી જોતો હતો. જોકે, યુવતીએ તેને નજરઅંદાજ કર્યો હતો. દરમિયાન અન્ય કારીગરો બહાર જતાં આ યુવક ઘરમાં કામ કરતો હતો, જ્યારે યુવતી બીજા રૂમમાં હતા. 


આમ, યુવકે ઘરમાં એકલતાં લાભ લઈ યુવતી જે રૂમમાં હતી, ત્યાં પહોંચી ગયો હતો અને યુવતી કંઈ સમજે તે પહેલા તેને બાથ ભીડી લીધી હતી અને તેને ખેંચીને બીજા રૂમમાં લઈ ગયો હતો. અહીંથી અવાજ બહાર જતો ન હોવાથી યુવક યુવતી સાથે અશ્લીલ હરકતો કરવા લાગ્યો હતો. એટલું જ ન હીં, યુવતીના કપડા પણ ઉતારવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. 


જોકે, યુવતીએ હિમ્મત કરીને યુવકના કાન પર બટકું ભરી લીધું હતું. જેથી પકડ ઢીલી થતાં યુવતી છટકીને બહાર આવી ગઈ હતી અને બુમો પાડવા લાગી હતી. આમ, બૂમાબૂમ થતાં યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ કરતાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી હાથ ધરી છે.