Ahmedabad: અમદાવાદના દાણીલીમડામાં ખ્વાજા ફ્લેટમાં આગ ફાટી નીકળી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના દાણીલીમડા વિસ્તારમાં ખ્વાજા ફ્લેટમાં લાગેલી આગમાં એક બાળકીનું મોત થયું છે.


અમદાવાદના દાણીલીમડામાં આગનું કારણ સામે આવ્યું છે. ખ્વાજા ફ્લેટમાં ઈલેક્ટ્રીક પેનલ અને એક્ટિવાના કારણે આગ ફેલાઇ હતી. આગની ઘટનામાં એક બાળકીનું મોત થયું હતું જ્યારે આઠ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. ફાયર વિભાગે 27 લોકોને બચાવ્યા હતા. તેમને સારવાર માટે એલજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.




આગમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સવારે 4 વાગ્યાને 45 મિનિટે આગ લાગ્યાની આશંકા છે. જોકે આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂ કરવાના પ્રયાસ શરૂ કર્યા હતા. મણિનગર અને જમાલપુર ફાયરસ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.ગ્રાઉન્ડ ફ્લોર ઇલેક્ટ્રીક પેનલ અને પાર્ક એક્ટિવામાં આગ લાગી હતી. જેથી ધુમાડાને કારણે ફ્લેટમાં અફરાતફરીનો મહોલ સર્જાયો હતો.


બીજી તરફ વડોદરાની પોર GIDCમાં મોડી રાત્રે આગ લાગી હતી. હિંદુસ્તાન ફાઈબર ગ્લાસ નામની કંપનીમાં આગ લાગી હતી. આગમાં કંપનીને ભારે નુકસાન થયાનો અંદાજ છે. આગ લાગવા પાછળનું  કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.


તાજેતરમાં જ આણંદના કરમસદ સ્ટેશન રોડ પર ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. મંડપ ડેકોરેશનનાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. શોર્ટ સર્કિટ અથવા અન્ય કારણોસર ગોડાઉનમાં આગ લાગી હોવાનું માનવામાં આવે છે. આગને પગલે અફરાતફરી મચી ગઇ હતી. આણંદ અને વલ્લભવિદ્યાનગરની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી.  વિદ્યાનગર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.