અમદાવાદઃ યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. યુવતીને પ્રેમી સાથે અંગતપળો માણવી ભારે પડી ગઈ છે. પ્રેમીએ અંગતપળોની તસવીરો લીધા પછી તેને બ્લેકમેલ કરી પરાણે વારંવાર શરીરસુખ માણતો હોવાની ફરિયાદ થતાં ચકચાર મચી ગઈ છે. પ્રેમીથી કંટાળેલી યુવતીએ અંતે પોલીસનો સહારો લેવો પડ્યો છે. યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 


આ અંગેની વિગતો એવી છે કે, શહેરની એક યુવતીને યુવક સાથે પ્રેમસંબંધ હતા. તેમણે પ્રેમસંબંધમાં તમામ મર્યાદા વટાવી દીધી હતી અને બંનેએ શરીરસુખ પણ માણ્યું હતું. જે તે સમયે પ્રેમીએ બંનેની અંગતપળોની કેટલીક તસવીરો લીધી હતી. દરમિયાન કોઈ કારણોસર યુવતીએ યુવક સાથે પ્રેમસંબંધ તોડી નાંખ્યા હતા. પ્રેમસંબંધ તોડી નાંખતા યુવકે પોત પ્રકાશ્યું હતું અને અંગતપળોના ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. 


પ્રેમી ઇચ્છા થાય ત્યારે યુવતીને બ્લેકમેલ કરી મળવા બોલાવતો હતો અને તેની મરજી વિરુદ્ધ શરીરસુખ માણતો હતો. આમ, અંગતપળોની તસવીરો વાયરલ કરી દેવાની ધમકી આપી વારંવાર શરીરસુખ માણ્યું હતું. અંતે કંટાળેલી યુવતીએ પ્રેમી સાથે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે યુવતીની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


અમરેલીઃ થોડા દિવસો પહેલા પીપાવાવની ખાનગી કંપનીના ચોકીદારની હત્યા કરીને દાટી દીધેલી લાશનો ભેદ પોલીસે ગણતરીની દિવસોમાં ઉકેલી નાંખી બે આરોપીને પકડી પાડયા. કેવી હતી તેની સિસ્ટમ શા માટે કરવામાં આવી હતી ત્યાં જોઈએ આ રિપોર્ટમાં.


રાજુલા તાલુકાના રામપરા ગામમાં આવેલ કોન્ટ્રાક્ટ લોજીસ્ટીક કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા અનિલ કુમાર આશારામ ચોબાલી રહેવાસી બાગપત ઉત્તર પ્રદેશની તારીખ 13 જાન્યુઆરીના રોજ હત્યા કરવામાં આવી અને હત્યા કર્યા બાદ તેમના જ રહેઠાણની પાછળ આવેલી અવાવરું જગ્યામાં દાટી દીધી. આ ઘટનાનો પર્દાફાશ અમરેલી પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો. 


બે આરોપીને પકડી પાડી તેમની પાસેથી સિલસિલાબંધ વિગતો કઢાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની હકીકત પર નજર કરીએ તો મૃતક આ કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો અને એ જ કંપનીમાં ઠેકેદાર તરીકે કામ કરી રહેલ બાબુ નંદ સરદાર કે જે બિહાર નો રહેવાસી હતો અને  તે મૃતક અનિલ કુમારની બાજુની રૂમમાં જ રહેતો હતો.



આ મૃતક અનિલકુમાર ચોબાલી અવારનવાર બાબુનંદ સરદારને અહીંની મહિલાઓ સાથે અભદ્ર વર્તન અને વાત કરતો હોય તે બાબતે વારંવાર તેમને અટકાવતો અને ટોકતો હતો. આ બાબતનું મનદુઃખ અને દાઝ રાખી તારીખ 13 જાન્યુઆરીના રોજ મૃતક અનીલ કુમાર ચોબાલીની રૂમમાં જઈ બોથડ પદાર્થ અને પાવડાનો ઘા મારી માથાના ભાગે તેમજ મોઢાના ભાગે ઈજા કરી મોત નીપજાવ્યુ હતું.