પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી માથમાં કુકર ફટકારી ઉતારી મોતને ધાટ
abpasmita.in | 30 Sep 2016 09:24 PM (IST)
અમદાવાદ: અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં ગુરુવારે રાત્રે પતિ એ જ પત્નીની હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પત્ની પર ચારિત્ર્યની શંકા રાખતા પતિ એ સામાન્ય તકરારમાં પત્નીના માથામાં કુકર વડે ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે બનાવની જાણ કૃષ્ણ નગર પોલીસને થતા પોલીસે આરોપી કમલકુમાર ઉર્ફે વિક્રમ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.