અમદાવાદઃ ગીતામંદિર રોડ પર રહેતી પરીણિત યુવતીને અન્ય યુવક સાથે શારીરિક સંબધો બંધાયા હતા. પરપુરૂષના પ્રેમમાં પાગલ યુવતી દિકરાને લઈને પિયર જતી રહી હતી. દરમિયાનમાં પતિને ઘરમાંથી મળેલી પેન ડ્રાઈવમાં પત્ની અને તેના પ્રેમીની વાતચીતનું રેકોર્ડીંગ મળી આવ્યું હતું. આ રેકોર્ડિંગ સાંભળીને આઘાત પામેલા યુવકે આપઘાત કરી લેતાં તેની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે યુવકની પત્નિ તથા તેના પ્રેમી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે.
આ બનાવની વિગત મુજબ ગીતામંદિર રોડ પર રહેતા ભરતભાઈ ડી.મારૂ (31 વર્ષ)નાં લગ્ન દક્ષાબહેન સાથે થયાં હતાં. ત્રણ મહિના પહેલાં દક્ષાબહેન તેમના ત્રણ વર્ષના દિકરાને લઈને પિયર જતાં રહ્યાં હતાં. 8 સપ્ટેમ્બરે સવારે પાંચ વાગ્યે ભરતભાઈએ તેમના બે મોબાઈલ અને પેનડ્રાઈવ માતાને આપ્યા હતા અને ભાઈ દિપકને આપી દેજે એમ કહ્યું હતું. બાદમાં તે ઉંધી ગયો હતો. છ વાગ્યે માતા ગૌરીબહેને જોયું તો દિકરો ભરત દેખાયો ન હતો. તેમણે તપાસ કરતાં બાજુના રૂમમાં ભરતે ગળે ફાંસો ખાઈ લીધો હતો. સારવાર અર્થે તેને એલજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો પણ ડોક્ટરો દ્વારા તેને મૃત ઘોષિત કરાયો હતો.
અંતિમવિધી માટે ગૌરીબહેને ફોન કરીને પત્નિને બોલાવી હતી પણ તેમણે ઈન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, મારે કોઈ સંબંધ રાખવો નથી અને આવવું પણ નથી.
અંતિમવિધી બાદ ગૌરીબહેને પેન ડ્રાઈવ અને મોબાઈલ તેમના દિકરા દિપકને આપ્યા હતા. પેનડ્રાઈવ મોબાઈલમાં લગાવીને જોતા તેમાં એક રેકોર્ડીંગ ક્લિપ મળી હતી. ભરતભાઈની પત્ની દક્ષાબહેન તથા તેના પ્રેમી જીગ્નેશ ઉર્ફે કાલુભાઈ આઈ.મકવાણાના પ્રેમાલાપની આ ક્લિપની સાથે ભરતભાઈ કાલુ પાસે ઉભા રહીને વાતચીત કરતા હોવાનું રેકોર્ડીંગ પણ હતું. આ રેકોર્ડિંગ ગમાં ભરત મરી જશે તેવા શબ્દો સાંભળવા મળે છે.
આ પેનડ્રાઈવની વિગતો જાણ્યા પછી ગૌરીબહેને તેમના દિકરાને આપઘાત કરવા દુષ્પ્રેરણા આપી હોવાની ફરિયાદ દક્ષાબહેન અને તેના પ્રેમી જીગ્નેશ મકવાણા સામે નોંધાવી હતી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
અમદાવાદઃ પરિણિત યુવતીને અન્ય યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, યુવતીના પતિના હાથમાં આવી ગઈ તેની પેન ડ્રાઈવ ને..........
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Sep 2020 01:36 PM (IST)
પતિને ઘરમાંથી મળેલી પેન ડ્રાઈવમાં પત્ની અને તેના પ્રેમીની વાતચીતનું રેકોર્ડીંગ મળી આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -