Ahmedabad: અમદાવાદમાં આપઘાતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આજે એક યુવતીએ આપઘાત કરી લીધો છે. માહિતી પ્રમાણે, જે યુવતીએ આપઘાત કરી લીધો છે, તેને પોતાના પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને આ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. સામે આવ્યુ છે કે,  પતિ ચારિત્ર્ય પર શંકા રાખી અવારનવાર પત્નીને માનસિક અને શારિરીક ત્રાસ આપતો હતો. ખાસ વાત છે કે, પ્રેમ લગ્નના કર્યાના 5 માસમાં જ યુવતીએ આપઘાત કરી લીધો છે. હાલમાં દાણીલીમડા પોલીસે આપઘાત કરનારી યુવતીના પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.


 


Gandhinagar: એસ કે લાંગાને લઈને મોટો ખુલાસો, નિયમ વિરુદ્ધ 20થી 25 હજાર કરોડની જમીન બિલ્ડરોને પધરાવી, કૌભાંડમાં અનેક માથાના નામ ખુલી શકે છે


ગાંધીનગર: જિલ્લાના તત્કાલીન કલેકટર અને નિવૃત્ત આઈએએસ અધિકારી એસ.કે લાંગા સામે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એસ.કે લાંગા 17 મહિના ગાંધીનગરના કલેકટર રહ્યા હતા અને આ 17 મહિના દરમિયાન તેમણે મહેસુલ વિભાગની અંદાજિત 5900 અને 4 ફાઇલોની અંદર સહી કરી વિવિધ હુકુમો કર્યા હતા. આ હુકુમની અંદર તેમણે નિયમો વિરુદ્ધ જઈ કેટલીક બાબતોની મંજૂરી આપી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. પોતે તેમજ પોતાના મળતીયાઓને કરોડો રૂપિયાનો ફાયદો કરાવ્યા હોવાની ફરિયાદ નોંધાય છે. 









પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની મુલસાણા ગામે આવેલી 60 લાખ ચોરસ વાર જમીન ત્રણ મુસ્લિમ અને હિન્દુ પરિવારએ અમદાવાદ પાંજરાપોળને 99 વર્ષના ભાડાપટ્ટે આપી હતી. જોકે જમીનનું ક્ષેત્રફળ અને જમીનનું લોકેશન જોઈ કેટલાક રાજકારણીઓ અને અમદાવાદના ખ્યાતનામ બિલ્ડર છે. આ જમીન પચાવવાનું ષડયંત્ર ગોઠવ્યું હતું. આ જમીન ટ્રસ્ટ પાસે હોવાથી તેમાં ગણોત્યા પણ હાજર હતા.


તેમજ ટોચ મર્યાદા હેઠળ હોવાથી આ જમીન બિનખેતી કરવી પણ શક્ય ન હતી. ઘણો ધારાના કેસમાં સરકાર પણ પક્ષકાર હોવાના કારણે આ બાબતે જમીન એનએ કરવી મુશ્કેલ હતી. પરિણામે ગણતરીઓનો કબજો કેટલાક અસામાજિક તત્વો દ્વારા ખાલી કરવામાં આવ્યો અંદાજિત 300 જેટલા ગણોતિયા પરિવારને આ જમીન ઉપરથી ધાગધમકી આપી દૂર કરાવાયા. આ ઉપરાંત તેમની ખોટી સહીઓ અને અંગૂઠાના નિશાનથી જમીન ખાલી કરવામાં આવી હતી અને આ બાબતે ચાલતી કાનૂની લડત આવું કરી પૂર્ણ કરી દેવામાં આવી હતી. કાનૂની લડત પૂર્ણ થતા આ જમીન શ્રી સરકાર કરવાની થતી હતી. પરંતુ પહેલેથી રચાયેલા ષડયંત્રના ભાગરૂપે આ જમીન અમદાવાદના કેટલાક નામચીન બિલ્ડર્સ અને ખાનગી ક્લબને સોંપી દેવામાં આવી.